હડતાળની અસર:ક્વોરી એસોસિએશનને પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પાડતા વલસાડ જિલ્લામાં 300 કરોડથી વધુના વિકાસના કામોને અસર

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ઓવર બ્રિજના 8 કામો, નદી ઉપર બ્રિજના 3 કામો, રસ્તાના 7 કામો અને મકાનના 3 કામો ઉપર અસર

રાજ્યમાં ક્વોરી એસોસિએશનના દ્વારા પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના ક્વોરી સંચાલકો 1લી મે થી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેને લઇ જિલ્લાના વિકાસના કામો ઉપર રોક લાગી છે. વલસાડ જિલ્લામાં આવેલી 80 ક્વોરીઓ પણ બંધ રહેતા વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કામો સહિત અનેક વિકાસના કામો ઉપર હડતાળનું ગ્રહણ લાગ્યુ છે.

ક્વોરી માલિકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા એસોસિએશન છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર સાથે તેમજ વહીવટી તંત્ર સાથે સતત પ્રયત્નશીલ રહ્યું છે તેમ છતાં આજ દિન સુધી કોઈ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આવ્યો નથી. આ સંદર્ભે એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ વારંવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ પરિણામલક્ષી નિર્ણય કરવામાં આવેલ નથી.

આ પ્રશ્નો બાબતે 17 મુદ્દાઓને લેખિતમાં સમાધાનની માંગણીઓ વારંવાર કરવામાં આવી હતી તેમ છત્તા સરકાર દ્વારા કોઈપણ યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા ન હતા. સરકાર તરફથી ક્વોરી એસોસીએશનને માત્ર આશ્વાસન સિવાય કઈ મળ્યું નથી, આ સંદર્ભનું આવેદનપત્ર રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરને એકસાથે તા 31/03/2022 ના રોજ આપ્યું હતું જેમાં સરકારને જણાવેલ હતું કે, અમારા મુદ્દાઓ ધંધા ને સીધી અસર કરે તેવા પાયારૂપ પ્રશ્નો છે અમારા ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવાની વાત છે તેમ છતાં અમારી રજૂઆતો અને વિનંતિઓને ધ્યાને લેવામાં નથી આવી રહી જેથી અમો હવે કોઈપણ સંજોગોમાં આ ધંધો કરી શકીએ તેમ નથી તેવું સર્વાનુમતે ધ્યાનમાં આવ્યું છે. જેથી અમો ગુજરાતના તમામ ક્વોરી માલિકોએ 1લી મે ના રોજથી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગને બંધ કરી ઉત્પાદન તથા નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

જ્યાં સુધી તમામ પ્રશ્નોનું સંપૂર્ણતઃ નિરાકરણ કાયદાકીય સ્વરૂપે નહીં આવે ત્યાં સુધી અમારો ઉદ્યોગ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં આવેલી ક્વોરીઓ એક સાથે કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા સહિત રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના કામો, રસ્તાના કામો, બાંધકામના કામોને મોટી અસર જોવા મળી રહી છે. રાજ્ય ક્વોરી એસોસીએશનની હડતાળને લઈને વલસાડ જિલ્લામાં ચાલતી 80 ક્વોરી સંચાલકોએ ક્વોરી ઉપર કામ અટકાવી દેતા વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં વિકાસના કામોમાં મોટી અસર જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં 300 કરોડથી વધારેના મંજૂર થયેલા વિકાસના કામો ઉપર મોટી અસર દેખાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવેલા કામો પૈકી રેલવે ઓવર બ્રિજના 8 કામો, નદી ઉપરના પુલના 3 કામો અને રસ્તાના 7 કામો મળી વલસાડ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના 21 કામોને ક્વોરી એસોસીએશનની હળતાળનું ગ્રહણ લાગ્યું છે. પૈકી 1 રેલવે ઓવર બ્રિજનું કામ માત્ર 25% બાકી છે અને એક નદીના બ્રિજનું કામ માત્ર 40% બાકી છે. આગામી દિવસોમાં મોન્સૂન આવવાનું પહેલા કામ પૂર્ણ કરવાનું કોવાથી વહેલી તકે હડતાળ સમેટાઈ તેમ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...