તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જો તુ તારી ઘરવાળીને અહીં પાછો લાવ્યો તો તને જાનથી મારી નાંખીશ

માંડવી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અવારનવાર બળાત્કાર કરી ધમકી આપનાર સામે એટ્રોસિટી

ઉશ્કેર ગામનો રહીશ મહોસીન કડીવાલાએ ગામની પરિણીતાને કીમથી બંદૂક જેવા હથિયાર બતાવી અપહરણ કરી ગયો હતો અને મુંબઈ ખાતે જુદાજુદા ગેસ્ટહાઉસમાં રાખી બળાત્કાર ગુજાર્યો હતો. તે દરમિયાન યુવક તેમના ઘરના સભ્યો રમિઝ કડીવાલા, જાકીર કડિવાલા, યુનુસ કડીવાલા, સાથે સંપર્કમાં રહેતો હતો તથા ફરહાન કડીવાલાએ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભોગ બનનાર પરિણીતા પોતાના પિયર માંડવી તાલુકાના કરંજ ગામે આવી ગઈ હતી. પતિ પત્ની વચ્ચે કોર્ટ કાર્યવાહી થઈ હતી.

છેવટે પતિ પત્ની સાથે રહેવા તૈયાર થઈ ગયા હતાં. આ વાતની જાણ મોહસીનને થતાં બસ સ્ટેન્ડ પર ઊભેલા ભોગ બનનાર મહિલાના પતિને ગમે તેમ જાતિવિષક ગાળો સાથે ધમકી આપી જો તુ તારી ઘરવાળીને અહીં પાછો લાવશે તો તને જાનથી મારી નાંખીશ અને તારા ઘરના સભ્યોને પતાવી દઈશ. મારા ઘણા સગાસંબંધી અહીંયા છે તને મારી નાંખીશું. ભોગ બનાર મહિલાના પતિએ ઘટનાની હકીકત માંડવી પોલીસને જણાવતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...