તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • 'If BJP Wins In Bengal, Early Assembly Elections Can Be Held In Gujarat', Minister Of State Raman Patkar's Suggestive Statement

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:'બંગાળમાં ભાજપની જીત થશે તો ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાઈ શકે', રાજ્યમંત્રી રમણ પાટકરનું સૂચક નિવેદન

વલસાડએક મહિનો પહેલા
વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણ પાટકર
  • ગુજરાત વિઘાનસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમત
  • 2022ના અંતમાં વિધાનસભાની મુદત પૂર્ણ થાય છે

ગુજરાતમાં વિધાનસભાની સેમી ફાઈનલ ગણાતી પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસના સૂપડાં સાફ કરવામા ભાજપ સફળ રહી છે. ત્યારે ભાજપના વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણ પાટકરે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવાની વાતને લઈ સૂચક નિવેદન આપ્યું છે.

વલસાડના ઉમરગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા રમણ પાટકરે કહ્યું- પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થશે તો હાઈકમાન્ડ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવાનો વિચાર કરી શકે છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે અને વિધાનસભાની મુદત 2022ના અંતમાં પૂર્ણ થઈ રહી છે.

'ચારેબાજુ ભાજપ-ભાજપ થતા ચૂંટણી કરી નાખવી સારી'
પાટકરે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી પાલિકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જબ્બર સમર્થન મળ્યું છે. હાલ માહોલ ગરમ છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ અને નેતાઓ સમજે છે કે, હાલ ગરમ વાતાવરણ છે ત્યારે ચૂંટણી કરી નાખવી સારી.

ભાજપના કાર્યકર્તાઓને 'આપ'માંથી શીખ લેવા મંત્રીની સલાહ
સુરત મનપાની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. પણ આમ આદમી પાર્ટી ભાજપની સોનાની થાળીમાં લોઢાની મેખ મારવામા સફળ રહી છે. આપના સભ્યો હાલ વિવિધ વિસ્તારમાં લાઉડ સ્પીકર સાથે પહોંચી રહ્યા છે અને લોકોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી રહ્યા છે. લોકોને મળતી સેવાઓ બાબતે જાગૃત કરી રહ્યા છે. એવામાં મંત્રી પાટકરે, આપના સભ્યોની કામ કરવાની આ પદ્ધતિનો ઉલ્લેખ કરી ભાજપના કાર્યકર્તાઓને લોકોના પ્રશ્નો ઉકેલવાની સલાહ આપી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો