વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીનીઓને કનડગતનો શિકાર બનતી ઘટનાઓને અટકાવવા સાથે વિદ્યાર્થીની પોતાનું તેમજ પરિવારનું રક્ષક કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. સેલ્ફ ડિફેન્સની તાલીમ સાથે વિદ્યાર્થીઓને કુપોષણ અંગે જાણકારી તેમક કુપોષણ ઘટાડવા જરૂરી કસરત સાથે ખોરાક પણ એટલોજ જરૂરી હોવાનું તજજ્ઞોએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી વિદ્યાર્થીનીઓને પોષણ યુક્ત ખોરાક લેવા માટે સમજ આપી હતી.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીઓ શાળા બાદ યુવકની કનડગતનો શિકાર બનતી રહે છે. વિદ્યાર્થીનીઓ ડર ને મારે ફરિયાદ કરી શકતી નથી. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીનીઓને શશક્ત અને સેલ્ફ ડિફેન્સ બનાવવા ધરમપુર ખાતે એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધરમપુર તાલુકાની 750 જેટલી કુપોષિત વિદ્યાર્થીઓને પોષણ યુક્ત ખોરાક લઈને સશક્ત બનવા જાગૃતિ આપવાના આવી હતી.
આ સાથે વિદ્યાર્થીનીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સેલ્ફ ડિફેન્ડની તાલીમ આપવામાં આવી હતી. જેના આધારે વિદ્યાર્થીનીઓને સશક્ત બનાવવા અને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમ્પની શરૂઆતમાં ઉપસ્થિત અગ્રણીઓએ મહિલાઓની કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ સાથે પોષણ યુક્ત ખોરાક લેવા અને વિદ્યાર્થીનીઓને સશક્ત રહેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.