ફરિયાદ:વલસાડ અટગામમાં પતિએ પત્નીને પથારીમાંથી ખેંચી લાતો વડે ઢોર માર માર્યો

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુએ વાળ પકડી રાખ્યા અને સસરાએ ધમકી આપી

અટગામમાં પત્નીને સવારે સાસુએ કામ ક્યારે કરવાની તેવું કહી ગાળો આપતાં ઉશ્કેરાઇ ગયેલા પતિએ સુતેલી પત્નીને લાતો માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂરલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વલસાડના સેગવા ગામે રહેતી હિનાબેન પટેલના લગ્ન 6 વર્ષ પહેલા અટગામના રોજાસામર ફળિયામાં રહેતા વિજુન્દ્ર બાબુભાઇ પટેલ સાથે થયા હતા.પ્રથમ આ યુગલના કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ સમાજના રાહે તેમના લગ્ન કરાયા હતા.

દરમિયાન સવારે 7 વાગ્યે હિનાબેન સૂતેલા હતા ત્યારે તેણીની સાસુ રમીલાબેન બાબુભાઇ પટેલે કામ કયારે કરવાની છે તેવું કહી ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું ત્યારે હિનાનો પતિ વિજુન્દ્ર એકદમ ઉશ્કેરાઇને ધસી આવી પત્ની હિનાને પથારીમાંથી ખેંચી કાઢી ઢિક્કા મુક્કીનો ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.પતિએ આટલેથી નહિ અટકતાં પત્નીને શરીરના ભાગે પગથી જોર જોરથી લાતો મારવા લાગી ગયો હતો.જ્યારે સાસુએ વહુ હિનાના વાળ પકડી રાખ્યા હતા.આ તમામ હકીકતોના ઉલ્લેખ સાથે હિનાએ પતિ,સાસુ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.પતિના ગુપ્તમારથી શરીરે ભારે દુ:ખાવો ઉપડતાં હિનાને વલસાડ સિવિલમાં દાખલ કરાઇ હતી.

પતિએ મારતા મારતા કહ્યું,સરખી રીતે રહે નહિ તો તારા માબાપના ઘરે ચાલી જા....
પથારીમાં જ પત્નીને ઢોર માર મારતા પતિ વિજુન્દ્રએ કહ્યું કે,મારી સાથે રહેવાની હોય તો સરખી રીતે રહે નહિ તો તારા માબાપના ઘરે ચાલી જા.સસરા બાબુ હરજીભાઇ પટેલે પણ વહુને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ કહેતા પતિના મારનો ભોગ બનેલી હિના મોપેડ લઇને સેગવા ખાતે પિયરે આવી ભાઇ નિરજને વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...