અકસ્માત:અતુલમાં કન્ટેનર અડફેટે દંપતિ પૈકી પતિનું મોત

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના અતુલ હાઇવે ઉપર પારનદી પરથી બાઇક ઉપર પસાર થઇ રહેલા અબ્રામાના દંપતિ ઉમેશભાઇ રાઠોડ તેમના પત્ની રિયાબેન અને પૂત્રી સાથે બાઇક લઇને કોઇ કામકાજ અર્થ ઉદવાડા ગયા હતા જ્યાંથી આવી રહ્યા હતા ત્યારે અતુલ હાઇવે પર પારનદી ઉપરથી પસાર થતા પૂરપાટ ઝડપે દોડતા કન્ટેનરે ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા પતિનું સ્થળ પર મોત થયું હતું.

જ્યારે પત્ની અને બાળકીને પણ ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઘટના સર્જાતા આસપાસના લોકોએ દોડી આવી 108 અને રૂરલ પોલીસને જાણ કરી હતી.અકસ્માતને લઇ ટ્રાફિક જામ થઇ જતાં ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસે દોડી ટ્રાફિક કન્ટ્રોલ કર્યું હતું. મહિલા અને બાળકી સામે જ યુવકે જીવ ગુમાવતા ગમનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...