તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યારો પતિ:વલસાડના ફણસામાં છુટાછેડા માગતી પત્નીની હત્યા નિપજાવનારો પતિ ઝડપાયો

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચેના મદભેદને લઈને પત્ની છૂટાછેડા માંગતી હતી

વલસાડ જિલ્લાના ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિ એ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જાહેર રસ્તા પર જ પત્નીની કરપીણ હત્યા કરી હત્યારો પતિ રિક્ષા કઈ ને ફરાર થઈ ગયો હતો. જોકે મરીન પોલીસે ગણતરીના સમયમાં જ પત્નીના હત્યારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા 6 વર્ષ થી અલગ અલગ રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો છૂટાછેડા નો વિવાદ જ હત્યા નું કારણ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

પતિ-પત્નીના સંબંધો ને સાત જનમના માનવમાં આવે છે ,પરંતુ આજના આધુનિક યુગમાં નાની નાની બાબતમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડા અને તલાક જોવા મળતા હોય છે ,તો ક્યાંક પતિ પત્નીનો કલેહ જીવલેણ સાબિત થાય છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક પતિએ તલાક ન આપતી પત્નીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઘા મારી પત્નીને મોત આપનાર પતિ રીક્ષા લઇ ફરાર થઇ ગયો હતો.

ઘટનાની વિગતે વાત કરીએ તો ફણસા ગામમાં છેવાડા ના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પુનિત મિટનાના 16 વર્ષ પહેલા ફણસા ગામની મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા.. થોડા સમય સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યાં બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા અને અણબનાવ બનતા હતા..આથી છેલ્લા 6 વર્ષથી મૃતક પત્ની મમતા પોતાના પિતાના ત્યાં રહેતી હતી.. જોકે બે સંતાનો પત્ની મમતા સાથે રહેતા હોવાથી સંતાનો ના ભરણપોષણનો અને છૂટાછેડા નો વિવાદ ચાલી રહ્યો હતો.. આથી પતિ પુનિત તેની પત્ની અને તેના પરિવારજનો વિરુદ્ધ રોષે ભરાયો હતો.. આવેશમાં આવેલા પતિએ પિતાના ત્યાં રહેતી તેની પત્નીના ઘર નજીક જઈ મોકો જોઇ અને રસ્તેથી પસાર થતી પત્ની પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી રિક્ષા ચાલક પતિ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.ઉમરગામ ની મરીન પોલીસ દ્વારા નારગોલ નજીક થી રિક્ષા લઇ પસાર થઈ રહેલા પતિ ને દબોચી લીધો હતો..પત્ની ના હત્યારા આરોપી પતિ ની ધરપકડ બાદ પોલીસે તેને સળિયા પાછળ ધકેલી દીધો છે...

ઝડપાયેલ હત્યારા પતિ પુનિત ની પોલીસ પૂછપરછ માં બહાર આવ્યું છે કે છૂટાછેડા ના મામલે જ પતિ ને પત્ની મમતા ની હત્યા કરી હતી ..10 વર્ષ ના લગ્ન જીવન બાદ 6 વર્ષ થી અલગ રહેતા પુનિત અને મમતા વચ્ચે તલાક ને લઇ ને બબાલ ચાલતી હતી. પુનિત ના અનેક પ્રયાસો બાદ પણ મમતા પુનિત ને છૂટાછેડા આપતી નહોતી અને ઘરે રહેવા પણ નહોતી આવતી.જેથી પુનિત આ મામલે ઘણો જ પરેશાન હતો.વારંવાર ની સમજાવટ બાદ પણ પત્ની મમતા એ પુનિત ને તલાક ન આપતા અંતે પુનિતે મમતા નું ગળું કાપી હત્યા કરી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...