તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોકેટ ખર્ચ ન આપતા GRD મહિલા પર પતિનો હુમલો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંટાળીને 10 માસથી મહિલા પિયર રહેતી હતી

વલસાડ સિટી પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતી 2 સંતાન ધરાવતી મહિલાએ દારૂ પીવાની ટેવ ધરાવતા પતિની પોકેટ ખર્ચની માગણીનો ઇન્કાર કરતા પતિએ હાથ પગ ઉપર લાકડાના ફટકા મારી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.આ મામલે જીઆરડી મહિલાએ પતિ વિરૂ્ધ્ધ ફરિયાદ નોંધાવી છે.

વલસાડના ચણવઇમાં રહેતી 36 વર્ષીય રીમા પટેલના લગ્ન 2003માં અબ્રામા પાર ફળિયામાં રહેતા દક્ષેશ શંકરભાઇ પટેલ સાથે થયા હતા.રીમાબેન વલસાડ સિટી પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવી રહી છે.તેણીએ પતિ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને વારંવાર ઝઘડો કરતો આવેલ છે.જેથી કંટાળીને રીમાબેન તેના બે સંતાન સાથે તેણીના પિયર ચણવઇ ખાતે માતા સાથે રહેવા ચાલી ગઇ હતી.

11 મેના રોજ પોણાચાર વાગ્યે પતિ દક્ષેશ ઘરે આવીને પાકિટ ખર્ચાના પૈસા માગતા તેણીએ સંતાનો સાથે પતિ પાસે ભરણપોષણના પૈસાની માગણી કરતા ઉશ્કેરાઇ જઇ પતિ દક્ષેશે એક લાકડુ લઇ પત્ની રીમાને બંન્ને હાથના કોણીના ભાગે અને પગમાં લાકડાનો ફટકો મારી ઇજા પહોંચાડતા બુમાબુમ કરી હતી.જેને લઇ માતા અને સંતાનો દોડી આવતા પતિ દક્ષેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છુટ્યો હતો.આ મામલે જીઆરડી મહિલાએ પતિ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દક્ષેશ સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...