તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડ ને.હાઇવે ઉપર ડીઝલ વેચતા હોટલ મેનેજર, ગ્રાહક સહિત 3 ઝબ્બે

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજપુરોહિત ઢાબાની બાજૂમાંથી 50 લીટર ડીઝલ અને કાર કબજે

વલસાડના સરોધી હાઇવે ઉપર આવેલી રાજપુરોહિત ઢાબાની બાજમાં શૌચાલય પાસે ડીઝલનો ગેરકાયદે જથ્થાના વેચાણ અને ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહી રાખવાના ગુનામાં રૂરલ પોલીસે હોટલના મેનેજર અને ડીઝલ પુરાવવા આવેલા નવસારીના 2 સહિત 3ની ધરપકડ કરી હતી.પોલીસે કેરબામાં ભરેલા 50 લીટરના જથ્થા સાથે એક કાર સહિત કુલ રૂ.2.06 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

રૂરલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વલસાડના સરોધી ગામે હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમિયાન રાજપુરોહિત ઢાબા નામની હોટલમાં તેનો મેનેજર શૌચાલય બાથરૂમની બાજૂમાં ડીઝલના કેરબામાં ભરી કોઇપણ બિલ વિનાનો જથ્થો સસ્તા ભાવે વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.પોલીસે તાત્કાલિક આ ઢાબા હોટલ પર રેડ કરી ચેક કરતા ત્યાં એક કાર ઉભી હતી. ત્યાં ઉભેલા ઇસમો પાસે બિલ અને કાગળો માગતા કોઇ આધાર પૂરાવા મળ્યા ન હતા.

હોટલ મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત ઉ.44, મૂળ રહે, રાજસ્થાન બાડમેરનાની પૂછપરછ કરી હતી. કારમાં બેઠેલા બીજા ઇસમો ગણેશ ગંગારામ જાટ ઉ.21, રહે.નવસારી, આરટીઓ ઓફિસની બાજૂમાં ગણેશસિસોદ્રા કમલા પાર્ક સોસાયટી અને માનારામ ચોલારામ જાટ ઉ.32, ધંધો કારપેન્ટર, રહે.નવસારી, આરટીઓ ઓફિસની બાજૂમાં,મુળ રહે, બાડમેરનાઓએ પોલીસને હોટલ મેનેજર પુખરાજ પાસે કારમાં ડીઝલ પૂરાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે સ્થળ પર ચોરી કે છળકપટથી ડીઝલનો જથ્થો મેળવી પોતાની પાસે રાખી વેચાણ કરવા અને કારમાં આવેલા બે ઇસમો સામે ગુનો દાખલ કરી 50 લીટર ડીઝલ અને કાર, મોબાઇલ સહિત કુલ રૂ.2.06 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેની ધરપકડ કરી હતી. થોડા દિવસ પહેલા ધરમપુરથી બાયોડીઝલનું મોટુ રેકેર્ટ ઝડપાયું હતું. જેમાં પોલીસ લાખોનો માલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...