તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ ઝુંબેશ વધારવા નિર્ણય:વલસાડમાં એક હોટલ સંચાલકે કોરોના રસી મુકાવી આવનાર લોકોને 15% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી

વલસાડ3 મહિનો પહેલા
  • લોકોમાં કોરોના રસી મુકાવવા જાગૃતિ આપવાનો એક પ્રયાસ હાથ ધર્યો

કોરોના મહામારી સામે રસીકરણ એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે વલસાડની એક હોટલના સંચાલકે રસીકરણ જાગૃતિ વધારવા અને લોકો રસીકરણ માટે વધુ પ્રેરિત થાય તે માટે હોટલના સંચાલકે રસિકરણનું સર્ટી બતાવવાથી હોટલના બિલ ઉપર 15% ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. જેનાથી લોકોમાં કોરોના રસી મુકાવવા જાગૃતિ આપવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે. આ નવતર પ્રયોગને લીધે યુથમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

વલસાડ જિલ્લામાં 4 જૂનથી શરૂ થયેલા યુવા રસીકરણનો આંક 1.33 લાખથી વધુ યુવાનો કોરોના રસી મુકાવી ચુક્યા છે. જ્યારે 16 જાન્યુઆરીથી જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં કુલ 4 લાખથી વધુ લોકો કોરોના રસી મુકાવી ચુક્યા છે. લોકોમાં કોરોના રસીકરણ વધારવા શહેરના એક હોટલ સંચાલકે 15% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ 16 જાન્યુઆરીથી જિલ્લામાં 100% રસીકરણની કરવા માટે તબક્કાવાર રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેન્દ્રો ઉપર લોકોને મોટી સંખ્યામાં રસિકરણ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના રસીકરણ ઝુંબેશને વધુ વેગ આપવા માટે એક હોટલ સંચાલકે રસીકરણને વધુ વેગ આપવા માટે હોટલના બિલ ઉપર 15% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લાના યુથમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લોકોમાં રસીકરણ જાગૃતિ મળે તે માટે 15% ડિસ્કાઉન્ટહોટલ સંચાલક ભાસીન દેસાઈએ જણાવ્યું છેકે, વલસાડ જિલ્લામાં રસિકરણ ઝુંબેશને વધુ વેગ આપવા માટે મારી હોટલમાં 15% રાખવામાં આવ્યું છે. હોટલમાં આવનાર તમામ લોકોને રસી મુકાવ્યું હોવાનું સર્ટી બનાવનાર તમામ લોકોને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. વલસાડ જિલ્લામાં તમામ લોકોને રસીકરણ વધારવા એક પ્રયાસ હાથ ધર્યો છે.

જાગૃતિ માટે અભિયાન ખૂબ સારૂ છેલાભાર્થી ઇશા પટેલે જણાવ્યું છેકે, વલસાડ જિલ્લામાં લોકોને રસીકરણ અંગે જાગૃત કરવા માટે હોટલ સંચાલકે સારો પ્રયાસ કર્યો છે. શહેરમાં મોટી સંખ્યામાં રસીકરણ વધારવા હોટલ સંચાલકોએ સારો પ્રયાસ કર્યો છે. જેને લઈને મોટી સંખ્યામાં યુવાનોમાં રસીકરણ જાગૃતિ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...