તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણે હાફુસ કેરીનો ઇતિહાસ જાણીએ, હાફુસ કેરી ક્યાંથી આવી તે તમને જાણી ને અચરજ થશે. અમેરિકા અંગ્રજો જયારે આપણા દેશ પર રાજ કરતા હતા ત્યારે વિમાન કે ટ્રેન વ્યવહાર ન હતો પણ દરિયામાં વહાણ દ્વારા વહેપાર કરવામાં આવતો. ઇંગ્લેન્ડ, અમેરિકા, પોર્ટુગીઝ અને ભારત દેશ વચ્ચે કપડાં, કપાસ અનાજ, કાજુ, અખરોટ, બદામ, કિસમિસ, દ્રાક્ષ તેમજ તજ, લવિંગ, અને ગરમ મસાલા નો વેપાર થતો હતો. જેમાં પોર્ટુગીઝ વ્યાપારી અમેરિકા થી ભારત આવતો હતો ત્યારે અમેરિકા થી થોડા કેરી ના છોડ પોતાના વાહણમાં લાવ્યો હતો. જેનું નામ આલ્ફનઝો દ આલ્બુકર્ક હતું જેણે પોતાના નામથી ભારતમાં કેરીના છોડ વેચ્યા હતા. માટે કેરીના છોડનું નામ આલ્ફનઝો અંગ્રેજીમાં કહેવામાં આવ્યું. અને ગુજરાતીમાં હાફુસ ના નામ થી જાણીતું થયું .
હાફુસ કેરી સ્વાદમાં બીજી બધી કેરીઓ કરતા મીઠી તેમજ સ્વાદિષ્ટ અને બહાર થી દેખાવમાં રંગીન હોવાથી કેરીનો રાજા ગણાય છે . ગુજરાતમાં હાફુસ સિવાય બીજી કેસર, રાજાપુરી, લંગડો, પછાતીયોં, સોનપુરી, તોતાપુરી વગેરે કેરી હોય છે.
બાગાયત ખાતા નિયામક સી.જી પટેલે જણાવ્યું કે દર વર્ષ કરતા આ વર્ષે કેરી નો પાક સારો છે. દક્ષિણ ગુજરાત માં આંબાવાડી લગભગ 36000 હેકટર માં ફેલાયેલો છે. હાલ માં નવસારી કૃષિ વિભાગ દ્વારા કેરીની નવી જાતિ સોનપરી વિકસાવા માં આવી છે જે ભવિષ્યમાં હાફુસ કેરીની જગ્યા લઈ શકે તેવી શક્યતા છે. કારણ કે હાફુસ કેરીના ઝાડ હાલમાં આકાશમાં ઓઝાનનું પ્રમાણ ઓછું થવાથી તાપમાન વધી જવાના કારણે હાફુસ કેરીનું બેસાણ ઓછું થાય છે અને કેરી ઓછી આવે છે. જેથી ખેડૂતો પૈસા કમાવવા માટે કેસર કેરીનું રોપાણ કરે છે. હાલમાં વલસાડ જિલ્લામાં હાફુસ કેરીના ઝાડ 80 થી 100 વર્ષ જુના છે. કારણ કે દર વર્ષે કેરી ન આવવાથી ખેડૂતો નવું રોપણ ન કરવાના કારણે ભવિષ્યમાં હાફુસ કેરી લુપ્ત થાય તો કોઈ આશ્ચ્રર્ય ની વાત ન કહેવાય ?
વલસાડ કેરી માર્કેટના વ્યાપારી આર.આર. મિશ્રા એ જણાવ્યું હતું કે આ વર્ષે 2 થી 3 ફાલ માં મંજરી ( મોર ) ફૂટી છે અને વાતારણ સારું રહેશે તો ગરીબ તેમજ પૈસાદાર કેરીનો સ્વાદ ભરપૂર માણી શકશે. કારણ કે ત્રણ ફાલ હોવાથી માર્કેટમાં ઘણો સમય સુધી કેરી ની આવક રહેશે માટે ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.
જૂજવા ગામ ના ખેડૂત સુનિલભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના કારણે ખેડૂતોને કેરીનું વેચાણ કરવામાં તકલીફ પડશે પણ સરકારના સહયોગ થી દરેક બજારમાં કેરી પહોચાડી સારો ભાવ મળ્યો હતો. સરકારશ્રી ની ઇ.પી.ડા. યોજના દ્વારા જે ખેડૂત એ નોંધણી કરી હતી તેઓની કેરી એક્ષ્પોર્ટ થઇ સારો ભાવ મળ્યો હતો, આ વર્ષે પણ ખેડૂત ભાઈઓને નમ્રવિંનતી કે બાગાયત ખાતામાં રજીસ્ટ્રેશન કરાવી કેરી એક્ષ્પોર્ટ કરી સારો ભાવ મેળવે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.