તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી નામંજૂર:ધરમપુરની વિદ્યાર્થિની સાથે દૂષ્કર્મ કરનાર ગૃહપતિના જામીન નામંજૂર

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુર તાલુકાના એક છાત્રાલયની સગીર વિદ્યાર્થિનીને અલગ રૂમમાં બોલાવી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ ગુજારનાર ગૃહપતિની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.આ આરોપી સગીરાનો કૌટુંબિક કાકો હોવા છતાં દાનત બગાડી હતી.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એકટનાસ્પે.જજ એમ.આર.શાહે અરજી નામંજૂર કરી હતી.

ધરમપુર તાલુકાના એક શાળામાં ધો.8માં ભણતી અને શાળાના છાત્રાલયમાં જ રહેતી 14 વર્ષીય સગીર વિદ્યાર્થીની 1 એપ્રિલ 2019ના રોજ રાત્રે નવ વાગ્યાના સુમારે તેના રૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે છાત્રાલયમાં રહેતી ફાલગુની બાબુ ભોયાએ તેણીને ગૃહમાતા અરૂણાબેન બોલાવે છે તેમ કહેતા સગીરા ત્યાં ગઇ હતી જેને ગૃહમાતાએ કહ્યું કે ગૃહપતિ સુનિલ બોલાવે છે.સુનિલ બહાર ઉભો હતો ત્યારે તેની પાસે જતાં સગીરાને લગ્નની લાલચ આપી જબરજસ્તીથી ખેંચી જઇ બાજૂના રૂમમાં લઇ જઇ દૂષ્કર્મ આચર્યું હતું.આ કેસની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે નોંધાઇ હતી.જેમાં કૌટુંબિક કાકા એવા ગૃહપતિ સુનિલ રમતુભાઇ પાડવી રહે.હનમતમાળ,સોનાર ફળિયા તા.ધરમપુરનાની ધરપકડ કરાઇ હતી.આરોપીએ પત્નીની સારવાર માટે જામીન અરજી રજૂ કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ એમ.આર.શાહે આરોપીની અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...