હોળી દહનનો ઉત્સવ ઉજવાયો:વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં માવઠાની બીક વચ્ચે ધામધૂમ પૂર્વક હોળી દહન

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હવામાન વિભગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સાથે વલસાડ અને વાપી સહિત જિલ્લામાં હોળી ઉપર કમોસમી વરસાદ જામ્યો હતો. ત્યારે આજરોજ હિન્દુ ધર્મનો તહેવાર એવા હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી, મહત્વનું છે કે વહેલી સવારથી જ જિલ્લામાં માવઠાની અસર જોવા મળી હતી. સાથે સાથે હોલિકા દહનના કાર્યક્રમો કરનાર આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો.

હોલિક દહન સાથે શહેર સહિત જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. બપોરથી પડી રહેલા વરસાદને લઈને હોળીની તૈયારીમાં વિઘ્ન જોવા મળ્યું હતું. હોળીકા આયોજકોએ તાત્કાલિક તાળપત્રી લાવી હોળી ઉપર ઢાંકવામાં આવી હતી. હોળી દાહનના મહુરત બાદ પણ કમોસમી વરસાદે દસ્તક દીધી હતી. હોળીના દર્શન કરવા આવેલા ભક્તો પણ કમોસમી વરસાદમાં ભીંજાઈ ગયા હતા. હોલિકાના દર્શન કરી પ્રથમ વખત ફાગણ માસમાં શ્રાવણના વરસાદની મઝા માણી હતી. વલસાડ શહેરના વિવિધ મહોલ્લાઓમાં હોળી દહનનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

હોળી પૂર્વની ઉજવણી
હોળી પૂર્વની ઉજવણી

જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ પડ્યો ​​​​​​​
વલસાડના તિથલ રોડ ખાતે આવેલ જુના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 40 વર્ષથી બજરંગ યુવક મંડળ દ્વારા ધામધૂમ પૂર્વક હોળીકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને આજરોજ કમોસમી વરસાદની બીક સાથે હોલિકા દહન કરવામાં આવી હતી. સાથે કાર્યકર્તાઓ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વલસાડના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દરેક તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીમાં બજરંગ યુવક મંડળના કાર્યકર્તાઓ સાથે રહીશો પણ જહેમત ઉઠાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...