તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની ઝાળ:વલસાડ ધારાસભ્ય સહિત જિલ્લામાં વધુ 10 સંક્રમિત

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગાંધીનગરથી વલસાડ આવ્યા બાદ ધારાસભ્ય સંક્રમિત, પોઝિટિવ થવાની સોશ્યિલ મીડિયા દ્વારા જાણકારી આપી
 • સંઘપ્રદેશમાં ‌જાહેરમાં હોળીકા દહન પર પ્રતિબંધ મુકાયો

વલસાડના ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભાનું સત્ર પતાવીને પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ થતાં સોશ્યિલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી.આ સાથે વલસાડ તાલુકામાં 8 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.જ્યારે પારડી 1 અને ધરમપુરમાં પણ 1 કેસ નોંધાતા એક જ દિવસમાં 10 કેસ નોધાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યએ એક અઠવાડિયા પહેલાં જ પારનેરાપારડીના પીએચસીમાં કોરોના વેક્સિનેશન કરાવ્યું હતું. વલસાડ જિલ્લામાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે.કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા કેસો વધી રહ્યા છે.શનિવાર 27 માર્ચ સુધીમાં 84 કેસ નોંધાઇ ચૂક્યા છે.જેમાં વલસાડમાં 8 અને પારડી 1 તથા ધરમપુરમાં 1 મળી કુલ 10 કેસ કોરોનાના મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ ચાલૂ સપ્તાહે વિધાનસભા સત્રમાં ગયા હતા.ત્યારબાદ સત્ર પતાવી તેઓ શુક્રવારે વલસાડ પરત થયા હતા.

દરમિયાન વલસાડ આવ્યા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.તેમના ટેસ્ટ સેમ્પલ 26 માર્ચે લેવાયો હતો.જેમાં તેઓ પોઝિટિવ નિકળ્યા હતા.આ અંગે ભરતભાઇએ જાતે જ સોશ્યિલ મીડિયામાં પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની જાણકારી આપી હતી.પોઝિટિવ થતા ધારાસભ્ય ઘરમાં કોરોન્ટાઇન થઇ ગયા હતા.આ સાથે વલસાડના 3 અને વાપીના 1 મળી 4 દર્દીએ કોરોનાને માત આપતાં ડિસ્ચાર્જ કરાયા હતા.

ક્યાં કેટલા કેસ નોંધાયા
તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડભાગડાવડા62પુરૂષ
વલસાડપારનેરા67સ્ત્રી
વલસાડદેસાઇ ફ.હાલર62પુરૂષ
વલસાડહાલર28સ્ત્રી
વલસાડસાઇસમર્થ એપા.ડુંગરી60પુરૂષ
વલસાડકંજન ફ.ડુંગરી38સ્ત્રી
વલસાડવાઘલધરા,જેસિયા ફ.35પુરૂષ
વલસાડકસ્તુરી સોસા.હાલર24સ્ત્રી
પારડીસ્વાધ્યાય મંડળ66પુરૂષ
ધરમપુરગાદિયાપાડા,આવધા27પુરૂષ

દાનહમાં વધુ 20, દમણમાં 6 કેસ સાથે કુલ 122 સક્રિય
સેલવાસ | વલસાડ જિલ્લા સાથે સંઘપ્રદેશ દાનહ અને દમણમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દાનહમાં શનિવારે એક જ દિવસમાં વધુ 20 પોઝીટીવ કેસો નોંધાયા હતા જે સાથે હાલમાં અહી 79 સક્રિય કેસ છે.અત્યાર સુધીમાં દાનહમાં 1667 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલું છે. આજે 380 નમૂના લેવામાં આવ્યા હતા.જેમાંથી 20 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી તરફ દમણમાં પણ શનિવારે કોરોનાના 6 કેસ પોઝિટિવ આવ્યા હતા જે સાથે અહીં કુલ સક્રિય કેસની સંખ્યા 43 થઇ ચુકી છે. અત્યાર સુધીમાં દમણમાં 1421 કેસ રિકવર થઇ ચુક્યા છે અને એકનું મોત નોંધાયું છે. દાનહ પ્રશાસને વધતા કેસોને લઇન હોળીના તહેવાર અંતર્ગત કેટલીક ગાઇડલાઇન જારી કરવામાં આવી છે જેમા કંટાઈમેન્ટ ઝોનમાં કોઈપણ ઉત્સવ કે કાર્યક્રમની અનુમતિ નહિ હશે. ઉત્સવની કંટાઈમેન્ટ ઝોનની બહાર જ અનુમતિ આપવામાં આવશે. કોઈપણ તહેવાર સાર્વજનિક સ્થળો પર હોળી મનાવવાની સખ્ત મનાઈ છે. હોલિકા દહનના માટે કોઈપણ કાર્યક્રમ સભા મંડળીની અનુમતિ નથી,લોકોને અનુરોધ કર્યો છેકે, સાર્વજનિક સ્થાનો પર ધાર્મિક કાર્યો માટે જવાથી બચે અને પોતપોતાના ઘરો નજીક જ હોળીનો કાર્યક્રમ કરવાનો પ્રયાસ કરવો. આ ગાઇડલાઇનનો ભંગ કરનાર સામે પ્રસાશને કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો