તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:ભીલાડમાં હિંગ વલસાડમાં આટાના સેમ્પલ ફેઈલ થયા, ફુડ વિભાગની 2 વેપારીને નોટિસ

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડના અટકપારડી અને ભીલાડમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પેકિંગના બે એકમોમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન 2 નમૂના ફેઇલ થતાં બે વેપારીઓને નોટિસ જારી કરાઇ છે.ફુડ સેફટી એક્ટ હેઠળ વિભાગે કાર્યવાહી કરતાં વેપારીઓમાં સોપો પડી ગયો હતો.વલસાડ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા દૂકાનોના ચેકિંગ દરમિયાન ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કરાયા હતા.જે પૈકી લેબોરેટરીમાં ચકાસણી કરાયેલા 26 નમૂના પૈકી 24 પાસ અને 2 ફેઇલ થયા હતા. તાલુકાના અટકપારડી ગામે એનબીપી એગ્રો પ્રા.લિ.માં હેપ્પી ફુડ ચક્કી ફ્રેશ આટાના 1 કિ.ગ્રા.પેક પાઉચના નમૂના ફેઇલ નિકળ્યા હતા.

જ્યારે ભીલાડ હાઇવે પર નરોલી નજીક કેપિટલ ફુડ પ્રા.લિ.માં હિંગ પાવડર 1 કેજી પેકનો નમૂનો પણ ફેઇલ થતાં આ બંન્ને એકમના સંચાલકોને ફુટ સેફટી એક્ટ હેઠળ નોટિસ જારી કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એકમોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી હતી.ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહીના પગલે ખાદ્ય પદાર્થોનું પેકિંગ કરતા એકમોમાં ફફડાટ પેસી ગયો હતો.આ સાથે વેપારીઓમાં પણ સન્નાટો વ્યાપ જવા પામ્યો હતો. દિવાળીના તહેવાર નજીક આવતા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં લઈ સેમ્પલ ચેક કરવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો