વાતાવરણમાં પલટો:વલસાડના વાપી અને પારડી તાલુકામાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ, લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગે 25થી 27 મે વચ્ચે વરસાદ પડવાની આગાહી આપી
  • કેરીના અને શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા

ગઇકાલે મંગળવારે વલસાડ શહેરમાં વરસાદ પડ્યા બાદ આજે બુધવારે જિલ્લાના વાપી અને પારડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી, જો કે કેરીના પાકને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 25થી 27મી મે દરમિયાન વરસાદ પડવાની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કેટલાક વિસ્તારમાં વરસાદનાં ઝાપટા તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો.

ગત રોજ વલસાડ તાલુકામાં કમોસમી વરસાદે દસ્તક દીધી હતી. તો આજે વાપી અને પારડી તાલુકાના છુટાછવાયા વિસ્તરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને સ્થાનિક લોકોએ ગરમીમાંથી થોડી રાહત મેળવી હતી. જ્યારે કેરીના અને શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...