મેઘ મહેર:વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRF તૈનાત

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં સરેરાશ 1 ઇંચ વરસાદ થયો, ખેડૂતોએ વાવણી શરૂ કરી

આગામી બે દિવસમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.મંગળવારે વલસાડમાં NDRFની ટીમે મોરચો સંભાળી લીધો હતો.શહેરના નીચાણવા‌‌‌ળા વિસ્તારોમાં પહોંચી ટીમે સ્થિતિનો તાગ મેળવ્યો હતો.આ સાથે 7 જુલાઇ મંગળવારે જિલ્લામાં તમામ 6 તાલુકામાં ધીમીધારનો ખેતીલાયક વરસાદ વરસ્યો હતો.

ખેતીલાયક વરસાદ વરસતાં ખેડૂતોની વાવણીની કામગીરીને વધુ વેગ મળ્યો
જૂનમાં વરસાદ ખેંચાઇ ગયા બાદ જૂલાઇના પ્રારંભ સાથે વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે.જો કે હજી મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઇ નથી,પરંતુ ખેતી લાયક વરસાદથી ધરતીપૂત્રોને ટાઢક મળી છે. મંગળવારે વલસાડ,પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં ધીમી ધારે પરંતું ખેતીલાયક વરસાદ વરસતાં ખેડૂતોની વાવણીની કામગીરીને વધુ વેગ મળ્યો હતો. વલસાડ શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની અટકી ગયેલી વાવણીની કામગીરી આગળ ધપાવવામાં ધીમીધારનો વરસાદ મદદરૂપ બની રહ્યો છે. સોમવારે રાત્રે 10 થી મંગળવારે સાંજે 4 સુધી જિલ્લામાં સરેરાશ 1 ઇંચ વરસાદ થયો હતો.

NDRF ટીમે ઔરંગા નદી અને પીચિંગનો તાગ લીધો
ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર આર.આર.રાવલે તંત્રના અધિકારીઓ સાથે બેઠક બાદ NDRF ટીમને તેડાવી છે.મંગળવારે એનડીઆરએફની ટીમે મામલતદાર મનસુખભાઇ વસાવા સાથે શહેરના ઔરંગા નદી તથા નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી સ્થિતિનો તાગ લીધો હતો.નદીના પ્રવાહથી આ વિસ્તારોમાં રેલના પાણીના પ્રવાહ વચ્ચે લોકોને સુરક્ષિત રાખવા માટે પગલાં લેવા પરામર્શ કરાયો હતો.

વરસાદી ગ્રાફ મીમીમાં
તાલુકોવરસાદમોસમનો કુલ
વલસાડ30320
પારડી13190
વાપી14319
ઉમરગામ22285
ધરમપુર12303
કપરાડા26503
અન્ય સમાચારો પણ છે...