હવામાન:વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ભારે ઘટાડો

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાપીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
વાપીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો.
  • વલસાડ જિલ્લામાં શુક્રવારે બે ઋતુનો અનુભવ કર્યો હતો

વલસાડ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાસ વરસાદ તો ન પડ્યો પણ ઉનાળે તાપમાન ઘટી 27 ડિગ્રી થઈ ગયું હતું. વલસાડ જિલ્લામાં પણ હાલ મોસમ વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજ વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે.

શુક્રવારે પણ થોડો સમય વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. જોકે તાપમાનમાં ભારે ઘટાડો ત્રણ દિવસ દરમિયાન થઈ ગયો હતો. જોકે હવામાં ભેજનું પ્રમાણ બપોરે પણ 58 ટકા રહેતા સાધારણ ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો. દિવસ દરમિયાન પવન સરેરાશ 5.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે.

અન્ય સમાચારો પણ છે...