આ મોજ મોંઘી ન પડી જાય:તીથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, કેટલાક લોકો જીવના જોખમે મજા માણતા દેખાયા

વલસાડ19 દિવસ પહેલા
  • દરિયાકાંઠે કરંટ હોવાના કારણે સુરક્ષા ગાર્ડે લોકોને દૂર કર્યા

વલસાડ જિલ્લાના તિથલના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો હતો. તો બીજી તરફ રવિવારે રજાનો દિવસ હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક લોકો જોખમી રીતે કિનારા પર બેસી મોજ માણતા જોવા મળ્યા હતા.

તીથલના દરિયામાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
​​​​​
વલસાડ જિલ્લાના તીથલના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો હતો. કરંટના કારણે કિનારા પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. લોકો કિનારા પર બેસી દરિયાઈ મોજાની મજા માણતા જોવા મળ્યા હતા. તો કેટલાક સહેલાણીઓ જોખમી રીતે બેસેલા પણ જોવા મળ્યા હતા. જો કે, સુરક્ષાકર્મીનું ધ્યાન પડતા જ લોકોને કિનારાથી દૂર કર્યા હતા.

કિનારા પર અકસ્માતનો ભય
તીથલના દરિયાકિનારે ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે. અહીં ફરવા આવતા સહેલાણીઓ ઉત્સાહમાં ભાન ભૂલી જતા હોય છે અને કાંઠાથી આગળ દરિયામાં ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેના કારણે અકસ્માતના બનાવો પણ બનતા રહે છે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. લોકોએ અહીં સુરક્ષા વધારવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...