ઉજવણી:વલસાડ જિલ્લામાં આરોગ્‍ય સંજીવની રથને 6 વર્ષ પૂર્ણ થતા ઉજવણી, અત્યાર સુધીમાં 1.62 લાખ કામદારોને પ્રાથમિક સારવાર અપાઈ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજીવની રથ દ્વારા કોરોના કાળમાં સંક્રમિત વિસ્તારમાં લોકોના ટેસ્ટિંગની મહત્વની કામગીરી કરાઈ

વલસાડ જિલ્લામાં શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ તથા GVK EMRI દ્વારા ચાલતી આરોગ્‍ય સંજીવની રથને 6 વર્ષ પૂર્ણ થયા હતા. જેને લઈ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ ચેરમેન રંજનબેન પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણ પટેલ, પ્રોજેક્‍ટ કો-ઓડીનેટર નિમેષ પટેલની ઉપસ્‍થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના શ્રમયોગી આરોગ્‍ય સંજીવની રથમાં સ્‍ટાફ તરીકે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ.પલ્લવીકા પટેલ, લેબટેકનીશીયન પ્રજ્ઞેશ પટેલ, ફાર્માસીસ્‍ટ રિકતા પટેલ, પેરામેડિક સુનીતાબેન રાઉત, પાઇલોટ યાસીન જાડેજા વગેરે સ્‍ટાફ દ્વારા છેલ્લા 6 વર્ષ દરમિયાન 1.62 લાખ કામદાર કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સંજીવની રથ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓને વિસ્તારોમાં જઈને લોકોના કોરોના ટેસ્ટ કરાવવા જેવી મહત્વ પૂર્ણ કામગીરી નિભાવવામાં આવી હતી. સાથે કોરોના સંક્રમિત દર્દીઓને વિસ્તારોમાં સંક્રમણ અંગે જન જાગૃતિ અંગે મહત્વની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષમાં કરવામાં આવેલી મહત્વની કામગીરી અંગે આરોગ્ય અધિકારીએ સ્ટાફને બીરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...