તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીયો રવિવાર:વલસાડ જિલ્લામાં પોલિયો અભિયાન અંતર્ગત રવિવારે આરોગ્યની ટીમ ડોર ટુ ડોર પોલિયો ડ્રોપ પીવડાવા જશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 51 હજારથી વધુ બાળકોને પોલિયો પીવડાવવાનો લક્ષાંક

આરોગ્ય વિભાગ દ્વારા 27 જૂનના રોજ વલસાડ જિલ્લામાં 401 જેટલી ટીમો દ્વારા ડોર ટુ ડોર પોલિયો અભિયાન હાથ ધરવામાં આવશે. 401 ટીમો અને 30 મોબાઈલ વાન પણ જિલ્લાના 30 અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પોલિયો ડ્રોપ પીવડાવવા પહોંચશે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો રસીકરણનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે.

27 જૂન ના રોજ વલસાડ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસી પીવડાવવા આરોગ્ય અધિકારી અનિલભાઇ પટેલે લોકોને અપીલ કરી છે. 27 જૂનના રોજ પોલિયો અભિયાન અંતર્ગત રવિવારે વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને આશા વર્કરની ટીમ દ્વારા ડોર ટુ ડોર ફરીને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. વલસાડ જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોને રવિવારે આરોગ્ય વિભાગની ટીમ પાસે પોલિયો ડ્રોપ પીવડાવા બાળકોના વાલીઓને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલભાઈ પટેલે ખાસ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...