• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • He Said In BJP's Snehmilan Program In Vapi, "When There Was No Majority In Umargam Taluka Panchayat, An Independent Had To Be Bought."

સાંસદે ભાંગરો વાટ્યો:વાપીમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કહ્યું- 'ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે એક અપક્ષ ખરીદવો પડતો'

વલસાડ16 દિવસ પહેલા
વલસાડના સાંસદ કે.સી.પટેલ
  • વલસાડના સાંસદ કે.સી.પટેલનું નિવેદન
  • સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદે કરેલા નિવેદનથી ભાજપના કાર્યકર્તાઓ આશ્ચર્યમાં મુકાયા

ચૂંટણી સમયે જ્યારે પક્ષને બહુમતી ના મળે ત્યારે જે તે પક્ષ સત્તા મેળવવા માટે શામ,દામ અને દંડનો ઉપયોગ કરી અપક્ષ કે અન્યનું સમર્થન મેળવતો હોય છે. પરંતુ, તેની ખુલ્લીને ક્યારેય ચર્ચા થતી હોતી નથી. જો કે, આજે વલસાડના વાપીમાં આયોજીત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ કે.સી.પટેલના હૈયાની વાત હોઠે આવી ગઈ હતી. કે.સી.પટેલે પોતાના સંબોધન દરમિયાન સ્વીકાર કર્યો હતો કે, ભૂતકાળમાં જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવા પડતા હતા. સાંસદના આ નિવેદનને લઈ ભાજપના કાર્યકર્તાઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

વલસાડના વાપી શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા નૂતન વર્ષ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ કે.સી. પટેલે જિલ્લાની તાલુકા પંચાયતમાં ભાજપને મળેલી બહુમતી બદલ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે, ઉમરગામ તાલુકા પંચાયતમાં પાર્ટીને જ્યારે બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવો પડતો હતો.

અન્ય સમાચારો પણ છે...