તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વલસાડની યુુવતી સાથે સગાઇ કરી ગર્ભવતી બનાવી યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો

વલસાડ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અન્ય યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધાનું કહી લગ્નની ના પાડી દીધી હતી

વલસાડની એક યુવતી સાથે 9 વર્ષ પહેલા સગાઇ કરી લગ્નનો વિશ્વાસ અપાવી સંબંધો બાંધીને ગર્ભવતી બનાવીને આખરે તરછોડી દેતાં યુવાન વિરૂધ્ધ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ યુવાને સગાઇ કરી યુવતીને પત્નીની જેમ ઘરમાં રાખી હતી.પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સને 2011માં વલસાડના કાંઠા વિસ્તારના ગામની યુવતીને સેહુલ ધનજીભાઇ ટંડેલ, રહે.હિંગળાજ ભદેલીજગાલાલાના સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.દરમિયાન સેહુલના પરિવારે યુવતીના ઘરે જઇ સેહુલ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકતા બંન્નેની 26 ફેબ્રુઆરી 2011ના રોજ સગાઇ થઇ ગઇ હતી.

સેહુલના મોટાભાઇના લગ્ન બાદ તેના પણ લગ્ન કરવાનું જણાવ્યું હતું.જેના કારણે તેઓ સાથે ફરવા જતાં હતા ત્યારે સેહુલેે સંબંધ બાંધવા કહેતા યુવતીએ લગ્ન થાય પછી સબંધ બાંધીશુ તેવું જણાવ્યું હતું.પરંતુ મોટાભાઇના લગ્ન થયા બાદ લગ્ન કરી લઇશું તેવું તેણે જણાવતા સગાઇ બાદ આ યુવતી અને સેહુલ ઘરમાં પત્ની તરીકે રાખી શરીરસંબંધ બાંધતો હતો ત્યારબાદ 2013માં યુવતીને બે માસનો ગર્ભ રહી જતાં સેહુલે ગર્ભપાત કરાવવાનું જણાવતાં સમાજમાં બદનામી થવાના ડરથી યુવતીની સમંતિથી એબોર્શન કરાવી દીધું હતું.

સેહુલ ફેબ્રુઆરી 2020માં શીપમાં ચાલી ગયો હતો અને કોવિડને લઇ 7 નવેમ્બર 2020ના રોજ પરત મુંબઇ આવી ગયો હતો.ત્યારબાદ ઘરે પરત આવતા આ યુવતી સેહુલ સાથે પત્ની તરીકે રહેવા તેના ઘરે જતાં સેહુલે 24 નવેમ્બર 2020ના રોજ તેણી સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સેહુલે યુવતીને ચોખ્ખુ જણાવ્યું હતું કે તેણે બીજી યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે અને તેણીની સાથે લગ્ન કરવા ના પાડી દીધી હતી.છેવટે યુવતીએ આ યુવાન વિરૂધ્ધ સગાઇ કરી,શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવીને લગ્ન કરવાનો ઇન્કાર કરી,અન્ય યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લઇ વિશ્વાસઘાત મામલેે વલસાડ રૂરલ પોલીસ મથકે એફઆઇઆર નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો