વિધાનસભાની ચૂંટણીનો માહોલ રાજ્યભરમાં જામ્યો છે. રાજ્યમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠક પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે જેથી આ ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામશે. ત્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતા. જ્યા વલસાડ શહેરમાં કેજરીવાલનો રોડ શો યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ મોરબી દૂર્ઘટનાને લઈ સરકારને આડેહાથ લીધી હતી. ઘડિયાળ બનાવતી કંપનીને મોરબીનો ઝુલતા પુલનું રિનોવેશનનો કોન્ટ્રેક્ટ આપ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
વીજબીલ શુન્ય આવશે તેવી ખાતરી આપી
અરવિંદ કેજરીવાલનો વલસાડમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. આ તકે તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમજ 31 માર્ચ પછી તમામના વીજબીલ શુન્ય આવશે તેવી ખાતરી આપી હતી. વલસાડ શહેરના રામ રોટી ચોકથી મોટા બજાર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો. તેમજ મોરબીનો ઝુલતો પુલના રિનોવેશનનો કોન્ટ્રાકટ ઘડિયાળ બનાવતી કંપનીને આપીને ભાજપે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે કેજરીવાલે વલસાડના મતદારોને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મુકવા અપીલ કરી હતી. 5 વર્ષમાં તમારા કામ મારાથી પૂર્ણ ન થાય તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં મત માંગવા નહીં આવું તેમ જણાવ્યું હતું.
ભવ્ય રોડ શો યોજી લોકોને સંબોધીત કર્યા
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલ બન્યો છે. આજે વલસાડ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે આવ્યાં હતા. અરવિંદ કેજરીવાલે સુરતનો રોડ શો પૂર્ણ કરીને વલસાડ શહેર ખાતે આવી પહોંચ્યા હતા. વલસાડના રામ રોટી ચોકથી મોટા બજાર સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું. તેમજ શહેરના આઝાદ ચોક ખાતે અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધન કર્યું હતું. કેજરીવાલે મોરબી પુલ દુર્ઘટનાને લઈને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ભાજપ સરકારે જે કંપનીને પૂલ બનાવવાનો કઈ અનુભવ નથી તેવી ઘડિયાળ બનાવતી કંપનીને મોરબીનો ઝુલતા બ્રિજનું રીનોવેશનના કામનો કોન્ટ્રાક્ટ આપી દીધો. જેને લઈ દૂર્ઘટના થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ વલસાડના મતદારોને 31 માર્ચ પછી વીજળીના બીલ તમારો ભાઈ અરવિંદ કેજરીવાલ ભરશે તેમ જણાવ્યું હતું. વલસાડ ખાતે યોજાયેલા રોડ શોમાં વલસાડ જિલ્લાની 5 વિધાનસભના ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.