તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:GVK 108ની ટીમના 14 વર્ષ પૂર્ણ થતા વલસાડ 108માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ કર્મચારીઓેના ઘર પર જઈ સન્માનિત કર્યા

ગુજરાત સરકાર દ્વારા 14 વર્ષ પૂર્વે 108 એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી હતી. GVK 108ની ટીમના 14 વર્ષ પૂર્ણ થતાં ચાલુ વર્ષે કોવિડ ગાઈડલાઈનને ધ્યાને રાખીને 108ની ટીમ દ્વારા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારીઓના ઘરે જિલ્લાના અધિકારીઓએ જઈને પરિવારના સભ્યો સામે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા 2007માં શરૂ થયેલી GVK EMRI 108 નિશુલ્ક સેવા લોકો માટે આજે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહી છે. હાલ GVK EMRI 108 એમ્બ્યુલન્સ 14 વર્ષ પૂર્ણ કરી 15 વર્ષમાં પ્રવેશવા જઈ રહી છે. 108 એમ્બ્યુલન્સ માં દર વર્ષે કર્મચારીઓને તેમની વિશેષ કામગીરીને ધ્યાનમાં રાખી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે. જે પ્રસંગ અનુરૂપ આ વખતે કોરાનાના કપરા સમયગાળામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા એવોર્ડ વિજેતાઓને તેમના ઘરે જઈ તેમના માતા-પિતા અને વડીલોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, EME અજય કદમ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિમેષ પટેલ દ્વારા વિજેતા કર્મચારીઓના ઘરે જઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જેમાં બેસ્ટ ડ્રાઇવરનો એવોર્ડ મોબાઈલ હેલ્થ યુનિટમાં ફરજ બજાવતા રણજીત પટેલ, સુકેસ ગામ પારડી તાલુકોને એનાયત કરવામાં આવ્યો. જ્યારે બીજો એવોર્ડ બેસ્ટ ફાર્માસિસટનો નરેન્દ્ર રાહત, આંબા જંગલ, કપરાડા તાલુકાના કર્મચારીની વિશેષ કામગીરી બદલ એવોર્ડ એમના ઘરે જઈ વડીલો માતા-પિતાની હાજરીમાં આપવામાં આવ્યો અને એમની કામગીરી બિરદાવવામાં આવી હતી. ઘરે પરિવારના સભ્યો સામે 108ની ટીમે સન્માન કરતા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...