તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી વાતાવરણ:જિલ્લામાં ઝાપટા અને ઝરમર વરસાદી માહોલ, સરેરાશ પોણો ઇંચ વરસાદ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ બરૂડિયાવાડમાં વરસાદી પાણીની ગટરના અભાવે પાણી ભરાયા

જિલ્લામાં 6 તાલુકામાં બુધવારે સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડના બરૂડિયાવાડમાં પાણીનો ભરાવો થતાં રોષ ફેલાયો હતો. બુધવારે કપરાડા, ધરમપુર, પારડી, વલસાડમાં અને વાપી તાલુકામાં ઝરમર અને ઝાપટાં સાથે વરસાદી વાતાવરણને લઇ ઠંડક પ્રસરી ગઇ હતી.જિલ્લામાં 17 જૂનથી વિધિવત ચોમાસુ બેસી ગયા બાદ મેઘરાજાની સવારી 20 જૂન સુધી જારી રહી હતી.ત્યારબાદ વરસાદ ઓછોવત્તો રહ્યો હતો.બુધવારે ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો.દિવસ દરમિયાન આકાશ વાદળો સાથે ઘેરાયેલું રહ્યું હતું.

દરમિયાન વલસાડમાં 21 મિમિ વરસાદ થતાં બરૂડિયાવાડ કાશ્મીરનગરના શ્રમજીવીઓના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.જેના પગલે પૂર્વ સભ્ય રાજુભાઇ મરચાં સ્થળ પહોંચી જતાં લોકોએ પાણીના ભરાવા અંગે રોષની લાગણી વ્યક્ત કરી હતી.આ વિસ્તારમાં 6 મહિના પહેલા પાલિકાએ રૂ.22 લાખના ખર્ચની વરસાદી ગટર મંજૂર કરી છતાં હજી કોઇ કામગીરી ન થતાં પાણીનો ભરાવો થયો હોવાનું રાજૂ મરચાએ આક્ષેપ કર્યો હતો.ફળિયાના લોકો અને બાળકોના આરોગ્ય ઉપર જોખમ વર્તાતા કારોબારી ચેરમેન અને વોર્ડના સભ્યના ઘરે બાળકોને લઇને પહોંચવા તેમણેે સ્થાનિક રહીશોને હાકલ કરી વરસાદી ગટર બનાવવા માગ કરી હતી.

ક્યાં કેટલો વરસાદ પડ્યો
તાલુકોવરસાદ
કપરાડા15 મિમિ
ધરમપુર18 મિમિ
પારડી18 મિમિ
વલસાડ21 મિમિ
વાપી02 મિમિ
કપરાડા00 મિમિ
અન્ય સમાચારો પણ છે...