વલસાડ જિલ્લામાં સોમવારે ગુજકેટ પરીક્ષા લેવામાં આવનાર છે.જેમાં માટે 23 પરીક્ષા બિલ્ડીંગ કેન્દ્રોમાં જિલ્લાના કુલ 5367 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં (મેથ્સ)-ગ્રૂપના 2279, બી (બાયોલોજી) ગ્રૂપના 3047 અને એબી (મેથ્સ-બાયોલોજી મિશ્ર) ગ્રૂપના 41 વિદ્યાર્થીઓ ગુજકેટની આ પરીક્ષામાં ભાગ લેશે.
જિલ્લામાં 23 શાળા બિલ્ડિંગોમાં આ પરીક્ષા સવારે 10થી સાંજના 4 કલાકથી સુધી યોજાશે. જેમાં સવારે 10 થી 12 કલાક સુધી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બપોરે 1 થી 2 વાગ્યા સુધી બાયોલોજી અને બપોરે 15 થી સાંજે 4 વાગ્યા સુધી મેથ્સ એમ કુલ 3 સેશનમાં પરીક્ષા યોજાશે.ડીઇઓ કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે,પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા,પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડિજીટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરે તે માટે કલેકટર દ્વારા કલમ 144 હેઠળનું જાહેરનામું લાગૂ કરવામાં આવ્યું છે.
પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો પર સલામતી વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત મૂકાશે.તમામ પેટા પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી. કેમેરાની સગવડ, બ્લોક વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.