ગૌરવ:ગુજરાતનું પ્રથમ વલસાડનું સિકલસેલ એનિમિયા કન્ટ્રોલ મોડેલ હવે MPમાં

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો. ઇટાલિયાએ રોગ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું
  • રાજ્યપાલ, CM અને સચિવોની બેઠકમાં સિકલસેલ નિર્મૂળ કરવા મંથન

વલસાડ જિલ્લામાં જોવા મળેલા સિકલસેલ એનિમિયા રોગ મધ્યપ્રદેશમાં પણ ચિંતાનો વિષય બન્યો છે.આ રોગના નિદાન અને નિયંત્રણ માટે એમપી સરકારે ગુજરાતનું મોડલ અપનાવવા ગતિવિધિ શરૂ કરી છે. વલસાડમાં સિકલસેલનો પ્રથમ દર્દી મળી આવ્યા બાદ વલસાડ રક્તદાન કેન્દ્રના માનદમંત્રી અને સિકલસેલ નિદાનની કામગીરી કરનાર વિશેજ્ઞ વલસાડના ડો.યઝદી ઇટાલિયાને મધ્યપ્રદેશ સરકારે ભોપાલમાં રાજભવન ખાતે એક ખાસ બેઠકમાં આમંત્રિત કર્યા હતા. જ્યાં ડો.ઇટાલિયાએ ગુજરાતના સિકલસેલ એનિમિયા કન્ટ્રોલ મોડેલનું પ્રેઝન્ટેશન રજૂ કરી એમપી સરકારને મંત્રમુગ્ધ કર્યા હતા.

દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જ્યાં આદિવાસી વિસ્તારોમાં દેખાયેલા સિકલસેલ રોગ સામે સફાળા જાગી સરકાર દ્વારા સિકલસેલને આરોગ્ય સેવામાં આવરી લીધું હતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2006માં વલસાડમાં સિકલસેલ નાબૂદી માટે તજજ્ઞ ડો.યઝદી ઇટાલિયાના અથાગ અ્ને સંવેદનશીલ પ્રયાસોને થકી ગુજરાત સરકારે આ નિર્ણય લઇ ગુજરાતને આ દિશામાં ઉચ્ચ સ્થાને પહોંચવાની સિધ્ધિ મળી હતી.આદિવાસી ક્ષેત્રનો મોટો વ્યાપ મધ્યપ્રદેશમાં પણ છે.

જ્યાંની સરકાર આદિવાસીબંધુઓમાં દેખાતા સિકલસેલના નિયંત્રણ માટે ગુજરાતના મોડેલનો અભ્યાસ કરી તેને અમલમાં મૂકવા માટે ભોપાલ ખાતે રાજભવનમાં અનુસૂચિત જનજાતિ અને આદિજાતિ જનજાતિ વિકાસ માટે આદિવાસી ક્ષેત્રોમાં દેખાતા સિકલસેલ રોગની નાબૂદીમાં યોજાયેલા કાર્યક્રમમાં ડો.યઝદી ઇટાલિયાને એક ઉચ્ચ સ્તરના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ પદે આમંત્રિત કરી સિકલસેલને નિયંત્રણ કરવા કે નિર્મુળ કરવા તેમના અનુભવોનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક મધ્યપ્રદેશના રાજભવન ખાતે યોજાઇ હતી, જેમાં રાજ્યપાલ ગુજરાતના મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આરોગ્ય મંત્રી ડો.પ્રભુરામ ચૌધરી, જનજાતિ કાર્ય તત્રા આદિજાતિ મંત્રી મીનાસિંહ, અન્ન પુરવઠા મંત્રી બિસાહુલાલ સિંહ હાજર રહ્યા હતા.

15 ટકા આદિવાસીમાં સિકલસેલના લક્ષણો, જિલ્લો મોખરે
આદિવાસીમાં સિકલસેલ અનિમિયાનું પ્રમાણ વધું છે. સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં વધતી આ બીમારી10 વર્ષ અગાઉ વલસાડ જિલ્લાથી જંગ છેડાયો હતો. 19મી જુનના રોજ વિશ્વમાં સિકલસેલ અનિમિયા જાગૃતિ દિનની ઉજવણીમાં દક્ષિણ ગુજરાતના સિકલસેલના નિયત્રંણ માટે પ્રયાસ શરૂ કરાયા હતા. રાજ્યમાં 65 લાખ આદિવાસીઓ પૈકી 14 લાખ આદિવાસીઓની સિક્લસેલની તપાસ કરાતા 15 ટકા આદિવાસીમાં સિકલસેલનું પ્રમાણ જોવા મળે છે. સામાન્ય રીતે સિકલસેલ આદિવાસીમાં જોવા મળે છે.

2006માં કાર્યક્રમને લીલીઝંડી મળી
જિલ્લામાં પ્રથમ સિકલસેલ દર્દી અને તેના નિદાન બાદ ડો.યઝદી ઇટાલિયાએ સિકલસેલ રોગના લક્ષ્ણો,ચિન્હો,સ્વરૂપ,પ્રકૃતિ,ઉપચાર અ્ને નિયત્રણ માટે સફળતા મેળવી હતી. તત્કાલિન સીએમ મોદીની સરકારમાં 2006માં સિકલસેલ નિયંત્રણ કાર્યક્રમનો સત્તાવાર સમાવેશ થયો હતો.

સિકલસેલ નિયંત્રણ માટે ગુજરાત મોડેલ લાગૂ કરાશે
સિકલસેલ એનિમિયા રોગ નિયંત્રણનો પ્રોગ્રામ ચલાવતા વલસાડના તજજ્ઞ ડો.યઝદી ઇટાલિયાની ચીફ ગેસ્ટ તરીકેની ઉપસ્થિતિમાં એમપીના સીએ શિવરાજસિંહ ચૌહાણે વલસાડના ડો.ઇટાલિયાના અનુભવોને બિરદાવતા જણાવ્યું કે,રાજય સરકાર એમપીમાં જનજાતિઓનું કલ્યાણ કાર્ય મિશન મોડમાં કામ કરી રહી છે.સિકલસેલ એનિમિયા રોગ નિયંત્રણ ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય દ્વારા થયેલા પ્રભાવી પ્રયાસો અને ઉત્કૃષ્ટ કાર્યોનું મધ્યપ્રદશમાં અનુકરણ કરાશે અને તે મુજબ રોડ મેપ તૈયાર કરાશે.આદિવાસી ક્ષેત્રના લોકોના આરોગ્ય અને કલ્યાણ માટે ગુજરાત મોડેલ લાગૂ કરાશે.> શિવરાજસિંહ ચૌહાણ,મુખ્યમંત્રી એમપી

વલસાડના સિકલસેલ નિયંત્રણ પ્રયોગોનો ઉપયોગ એમપીમાંં કરવો જોઇએ
ડો.યઝદી ઇટાલિયા એમપીની બેઠકમાં ખાસ આમંત્રિત કરાયા હતા,જેમાં અધ્યક્ષપદેથી હાલના એમપીના રાજ્યપાલ મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે આ સિકલસેલના વારસાગત રોગના નિયંત્રણ માટે સમગ્ર દેશમાં પ્રથમવાર સંસ્થાકિય પ્રયાસો કરાયા જેના ખુબ સારા પરિણામ મળ્યા છે.ગુજરાતના આ અનુભવોનો ઉપયોગ અને પ્રયોગ મધ્યપ્રદેશમાં કરવા પર મંગુભાઇએ વિશેષ ભાર મૂક્યો હતો.> મંગુભાઇ પટેલ,રાજ્યપાલ એમપી

અન્ય સમાચારો પણ છે...