વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચના ત્રીજા દિવસે સવારે પંજાબની ટીમે 345ની લીડ સાથે બેટિંગની શરૂઆત કરી હતી. લંચ સુધીમાં પંજાબની ટીમે 173 વધુ રન બનાવી કુલ 329 રન 9 વિકેટના ગુમાવી બનાવ્યા બાદ કુલ 518 રનની લીડ મેળવી દાવ ડિકલેર કરીને ગુજરાતની ટીમને 518 રનના પહાડ જેવા લક્ષ્ય આપ્યો હતો. ગુજરાતની ટીમે 518 રનના લક્ષ્ય સુધી પહોંચવા બેટિંગ શરૂ કરતાં પંજાબના બોલરોએ ગુજરાતની ટીમે 138 રનમાં ઓલ આઉટ કરી મેચ જીતી લીધી હતી. જેમાં ગુજરાતના 5 ખેલાડીઓને 0 રનમાં આઉટ કરી પવેલિયન પરત મોકલ્યા હતા. વલસાડની સ્પોર્ટી પિચ ઉપર ગુજરાતની ટીમનું નિરાશાજનક પરફોર્મન્સ જોઈને દર્શકોમાં નિરાશા જોવા મળી હતી.
વલસાડ ખાતે આવેલા BDCAના સરદાર પટેલ સ્ટેડિયા ખાતે 3જી જાન્યુઆરીથી શરૂ થયેલી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. પ્રથમ દિવસે પંજાબની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જેમાં પંજાબની ટીમની પ્રથમ ઇનિંગ 286 રનમાં સમેટાઈ હતી. ગુજરાતની પ્રથમ ઇનિંગ માત્ર 97 રનમાં મેચના બીજા દિવસે સમેટાઈ ચુકી હતી.
બીજા દિવસે પંજાબની ટીમે 189 રનની લીડ મેળવી બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. મેચના ત્રીજા દિવસે લંચ સુધીમાં પંજાબની ટીમે 9 વિકેટ ગુમાવી 329 રનનો સન્માનજનક સ્કોર ગુજરાતની ટીમ સામે મૂકી કુલ 518 રન બનાવવા ટાર્ગેટ આપ્યો હતો. લંચ પછી ગુજરાતની ટીમે બેટિંગ શરૂ કરતાં દિવસના અંત પહેલા જ માત્ર 138 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. પંજાબની ટીમના બોલર બલતેજ સિંઘે કુલ 11 વિકેટ ઝડપી ગુજરાતની ટીમને આગળ વધતા અટકાવી મેચ જીતી લીધી હતી.
ગુજરાતની બીજી બેટિંગમ ગુજરાતની ટીમના 5 ખેલાડીઓ માત્ર 0 રનમાં જ આઉટ કરી દીધા હતા અને જેની સાથે ગુજરાતની ટીમને પંજાબની ટીમે 380 રનના જંગી સ્કોર સાથે હરાવી હતી. આ મેચનો હીરો બલતેજ સિંઘ રહ્યો હતો. જેને ગુજરાતની પ્રથમ ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 4 મળી કુલ 11 વિકેટ ઝડપી પાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.