ગૌરવ યાત્રા:વલસાડમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત, વિકાસ ઉપર ભાર મૂકાયો હતો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાને સંકલ્પો પૂરા કર્યાં: મંત્રી

વલસાડમાં ગુજરાત ગૌરવ યાત્રા લઇને મંત્રી પૂર્ણેશ મોદી મોડી સાંજે આવી પહોંચતા રામરોટી ચોક ઉપર ભવ્ય સ્વાગત કરી પૂષ્પવર્ષા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે,આઝાદીના અમૃત મહોત્સવ માટે વડાપ્રધાને લોકોની સમસ્યાના નિરાકરણ માટે કરેલા સંકલ્પોને પાર પાડીવાના લક્ષ્યાંક રાખ્યો હતો,જેને પૂરાં કરાઇ રહ્યા છે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, સાંસદ કે.સી.પટેલ, ઉષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, પ્રભારી સીતાબેન પટેલ, શીતલબેન સોની, જિ.મહામંત્રી કમલેશપટેલ, પ્રદેશના પ્રતિનિધિઓ, શહેર અને તાલુકા સંગઠન, યુવા મોરચા, મહિલા મોરચાંના મહિલા હોદ્દેદારો, યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાલિકા પ્રમુખ કિન્નરી અમિષપટેલ, શહેર પ્રમુખ કંદર્પ દેસાઇ, પાલિકા આરોગ્ય કમિટિ ચેરમેન હિતેશ ભંડારી, જિ.સંગઠનના રાજેશ ભાનુશાલી, ઇલિયાસ મલેક, હર્ષદભાઇ કટારિયા, તા.પ્રમુખ કિશોર પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરોએ ગુજરાત ગૌરવયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની પ્રજા માટે વિકાસના કામોની વિગતો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...