• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Gujarat BJP Will Organize 'One Day One District' Program, State BJP President And General Secretary Will Be Present In The District 24 Hours A Day

ભાજપ ઈલેક્શન મોડમાં:ગુજરાતમાં છેવાડાના માણસ સુધી પહોંચવાનો પ્રયાસ, ભાજપ કરશે 'વન-ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ, પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જિલ્લામાં 24 કલાક હાજર રહેશે

વલસાડ6 દિવસ પહેલા
  • કાર્યકર્તાઓ અને લોકોને પોતાના ઘરઆંગણે સાંભળશે

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના થયા બાદ સરકાર અને પક્ષ લેવલે લોકસંપર્કને વિશેષ મહત્વ આપવામા આવી રહ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા આજે વલસાડના વાપીમાં વન ડે વન ડિસ્ટ્રિક્રટ કાર્યક્રમની જાહેરાત કરવામા આવી હતી. પાટિલે કહ્યું હતું કે, ભાજપ આગામી દિવસોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજશે. જેમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જે તે જિલ્લાની મુલાકાત લઈ 24 કલાક સમય આપી લોકો અને પક્ષના કાર્યકર્તાઓને સાંભળશે.

એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવવામા આવશે
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પ્રદેશ મહામંત્રી એક જિલ્લા માટે એક દિવસ ફાળવશે. જે તે જિલ્લાની મુલાકાત લઈ 24 કલાક ત્યાં રોકાણ કરી લોકો અને ભાજપના કાર્યકર્તાઓની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.

કાર્યક્રમમાં કોની કોની મુલાકાત કરાશે?
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જણાવ્યા મુજબ જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી 24 કલાક રોકાણ કરશે. જે તે જિલ્લામાં સામાન્ય લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, સંઘના આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવામા આવશે. કાર્યકર્તાઓની ફરિયાદ હશે તો તેને પણ અલગથી સાંભળવામા આવશે.

પહેલા કાર્યકર્તાઓ સાથે બેસવાની, હવે ઘરઆંગણે મળવાની જાહેરાત
ભાજપ દ્વારા પાર્ટીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવતું હોય છે, ત્યારે મંત્રીઓ અને હોદેદારો સ્ટેજ પર બેસતા હોય છે અને કાર્યકર્તાઓ સામે નીચેની ખુરશીમાં બેસતા હોય છે. પરંતુ, પાટીલે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ એક નવી શરૂઆત કરી હતી. સ્ટેજ પર બેસવાના બદલે કાર્યકર્તા સાથે જ બેસવાની શરૂઆત કરાવી હતી. જેનો હાલ પણ અમલ થઈ રહ્યો છે. ત્યારબાદ હાલ જે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની જાહેરાત કરવામા આવી છે. તેમાં પાર્ટીનો નાનો કાર્યકર તેની રજૂઆત કે ફરિયાદ પોતાના જિલ્લાસ્તરે જ કરી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...