માર્ગદર્શન:વલસાડની કોમર્સ કોલેજમાં રોટરી ક્લબ દ્વારા રમતગમતમાં થતી ઈજા નિવારવા વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ ની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે રમત રમતમાં થતી ઇજાઓ નિવારવા કોલેજના ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓ અને NCC કેડેટ્સના જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેલાડીઓ ખેલ દરમ્યાન ખેલાડીઓ તકેદારી રાખે તે અંગે જાગૃત કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 110થી વધુ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજમાં ખેલાડીઓ અને એનસીસી કેડેટ્સ માટે રોટેરીયન ડૉ. જશ દેસાઈ દ્વારા રમતગમતમાં થતી ઈજાના નિવારણ અને વ્યવસ્થાપન વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 110 કેડેટ્સે ભાગ લીધો હતો. આ સેમિનારમાં પીડીજી અનીશ શાહ, ક્લબ સેક્રેટરી નિરાલી ગજ્જર, ધર્મિન દેસાઇ, દેવાંગી દેસાઇ, મનીષ ભરૂચા, અક્ષય વકીલ, રાજીવ દેસાઈ, ભાવિન શાહ, જીનલ મહેતા અને અમી શાહ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જશ દેસાઈએ મહત્વપૂર્ણ વિષય પર સત્રનું આયોજન કરવાની તક આપવા બદલ રોટરી કલબ વલસાડના પ્રમુખ સ્વાતિ શાહ અને શાહ એન.એચ.કૉમર્સ કૉલેજના આચાર્ય ગિરીશભાઈ રાણા તથા મુકેશભાઈ તથા રોટરી ક્લબના તમામ રોટેરિયનનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...