તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ:વલસાડના ચણવઇમાં જર્બેરા ફુલોની સાથે વિવિધ વિદેશી આંબાની કલમોનો ઉછેર કરે છે

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિવિધ પ્રકારની વિદેશી કલમોનો ઉછેર કરે છે - Divya Bhaskar
વિવિધ પ્રકારની વિદેશી કલમોનો ઉછેર કરે છે
 • વલસાડનું ફ્લોરિકલ્ચર સેન્ટર જર્બેરા, વિદેશી અને દેશી આંબા કલમોના ઉછેરનું કેન્દ્ર બન્યું
 • ગુજરાતભરના ખેડૂતો માટે આશાનું કિરણ, અમદાવાદ-મુંબઇમાં માગ ધરાવતા ફુલોની ખેતીને પ્રાધાન્ય, ખેડૂતોને અપાતી તાલીમ

જિલ્લામાં ખેડૂતોની આવકના નવા સ્ત્રોત ઉભા કરી ફુલોની ખેતી અને વિદેશી આંબાઝાડની કલમોનું મુખ્ય કેન્દ્ર વલસાડ નજીક આવેલા ચણવઇ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફલોરિકલ્ચર સેન્ટર ખેડૂતો માટે આશાનું કિરણ બની રહ્યું છે. આ સેન્ટરમાં જર્બેરા, રજનીગંધા, ગુલાબ, ગલગોટા સહિતના અનેક ફુલની જાતિનું નિદર્શન જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતની લુપ્ત થઇ રહેલી આંબાની જાતને પુન: સર્વધન કરીને વિદેશી આંબાની કલમનો પણ ઉછેર કરવામાં આવી રહ્યો છે જેને લઇને ભવિષ્યમાં દેશી અને વિદેશ કેરીનો આસ્વાદ લોકો માણી શકશે.

વલસાડ તાલુકાના ચણવઇ ખાતે બાગાયત વિભાગ સંચાલિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેન્ગો સેન્ટર સ્થાપવામાં આવ્યું છે.જેમાં વિવિધ પ્રકારના ફુલપાકોના સંશોધન અને તેના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવે છે.આ સેન્ટરમાં હાલમાં માર્કેટમાં જેની વિવિધ જાહેર કે ખાનગી પ્રસંગો,કાર્યક્રમોમાં શોભા માટે ઉપયોગમાં લેવાતા સુંદર અને નયનરમ્ય રંગબેરંગી તેમજ કુદરતી વિવિધ ડિઝાઇનોના જર્બેરા ફુલોના છોડનો ઉછેર કરવામાં આવ્યો છે.

આ ફુલોની મોટા શહેરો ખાસ કરીને અમદાવાદથી મુંબઇ સુધીના શહેરોમાં ખાસ માગ રહે છે.તેની ખેતી કરી ખેડૂતો તેમની આવકના સાધનો ઉભા કરી આત્મનિર્ભર બની શકે છે તેવો પ્રયાસ છે.જે જિલ્લા સહિત ગુજરાતન કોઇપણ ખેડૂતો ફુલોની ખેતી કરી સ્વનિર્ભર બનવા માગે છે તેમના માટે આ સેન્ટર આશાનું કિરણ બની રહેશે.

વિદેશી આંબા કલમો ટોમી, એટકીન, કેન્ટનો ઉછેર
સેન્ટર ખાતે ફળપાકોમાં આંબાપાકોની વિદેશી આંબાકલમ એવી ટોમી,એટકીન અને કેન્ટની કલમોનો ઉછેરનું પણ સંશોધન કરી તે કલમો ઉછેરવામાં આવી રહી છે.આ ઉપરાંત વિવિધ જાતોમાં સોનપરી,હાફુસ,કેસર,દશેરીની જાતોની કલમ ઉછેરી ખેડૂતોને તેના ઉછેર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

ફ્લોરિકલ્ચરમાં આ જાતિના મનમોહક ફુલોનો ઉછેર
ચણવઇ સ્થિત સેન્ટર ફોર એક્સેલન્સ ફોર ફ્લોરિકલ્ચર સેન્ટરમાં ફુલોના પાકોમાં જર્બેરા, ક્રિસનથેમમ, ગુલાબ, ઓર્કિડ ક્રિસનથેમમ, એડેનિયમ તથા ઓપન ફીલ્ડમાં સેવંતીની વિવિધ જાતોનો રજનીગંધા, ગ્લેડિયસ, બીજલી ગુલાબ, મોગરા, ગલગોટાનું નિદર્શન જોવા મળે છે.

ખેડૂતોને ફૂલ અને આંબા કલમ માટે જરૂરી ટ્રેઇનિંગ
આ સેન્ટરમાં ફુલપાક, શાકભાજી,આંબાનાછોડ અને કલમોનું વેચાણ કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્લેટફોર્મ પુરૂં પડાય છે. અહીં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ખેતમજુરોને સ્કિલ ડેવલપમેન્ટ ઇન ફલોરિકલ્ચર ક્રોપ્સ હેઠળ 10 થી 30 દિવસની ટ્રેઇનિંગ અપાય છે. > જે.સી.પટેલ, પ્રોજેક્ટ ઓફિસર, ચણવઇ ફલોરિકલ્ચર સેન્ટર, વલસાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો