તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:વલસાડ-વાપી પાલિકાને અઢી અઢી કરોડની ગ્રાન્ટ, સુવિધાના કામોનો પ્રારંભ કરવા કાર્યવાહી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર કચેરીના સભાખંડમાં મ્યુ.ફા.બોર્ડ દ્વારા ચેક અપાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદ હેઠળ ગાંધીનગર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાઓ અને પાલિકાઅને વિકાસના કામો માટે ફાળવાયેલી ગ્રાન્ટના ચેકનું ઓનલાઇન વિતરણ કરાયું હતું. જેમાં વલસાડ ખાતે કલેકટર કચેરીમાં વલસાડ અને વાપી નગરપાલિકાને વિકાસલક્ષી કામો માટે રૂ.2.50 કરોડનો ચેક સુપરત કરાયો હતો.વાપીમાં આ ચેક પાલિકા પ્રમુખ વિટ્ઠલ ભાઇ પટેલ અને સીઓ દર્પણ ઓઝાએ સ્વિકાર્યો હતો.

શહેરીજનોની સુવિધાના કામોનો પ્રારંભ કરવા કાર્યવાહી હાથ ધરાશે
વલસાડ કલેકટર કચેરી ખાતે વન અને પર્યાવરણ તથા આદિજાતિ રાજ્યમંત્રી રમણભાઇ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, અરવિંદ પટેલ, કલેકટર આર.આર.રાવલ, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખોની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ હેઠળ ગ્રાન્ટના ચેક પૈકી વલસાડ પાલિકા શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી, ઉપપ્રમુખ ઉર્મીબેન દેસાઇ, એકાઉન્ટન્ટ સહિતની ઉપસ્થિતિમાં રૂૂ.2.50 કરોડનો ચેક અર્પણ કરાયો હતો.જેને લઇ ચોમાસા બાદ શહેરના વિકાસલક્ષી કામો માટેનું આયોજન કરી શહેરીજનોની સુવિધાના કામોનો પ્રારંભ કરવા કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...