સિધ્ધિ:વલસાડમાં ગવર્નમેન્ટ એન્જિ. કોલેજના પ્રોફેસર ટ્રાયેથ્લોન સ્પર્ધામાં પ્રથમ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 37 કિમી સાઇક્લિંગ,સ્વિમિંગ,1 0 કિમી રનિંગમાં બાજી મારી

વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્લબ વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ઓપન ટ્રાયેથ્લોન તેમજ ડ્યુએથોન સ્પર્ધામાં વલસાડની ગવર્નમેન્ટ એન્જિનીયરિંગ કોલેજના પ્રોફેસરે પ્રથમ વિજેતા થઇ સિધ્ધિ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

વલસાડમાં રેસર્સ ગ્રુપ અને અતુલ કલબ દ્વારા ટ્રાયેથ્લોન અને ડ્યુએથોન સ્પર્ધામાં 100થી વધુ સ્પર્ધકોએ ખુબ ઉત્સાહભારે ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી વલસાડની સરકારી ઇજનેરી કોલેજમાં મિકેનીકલ ઇજનેરી વિભાગનાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા અને એથ્લેટિક્સ ક્ષેત્રે અનેક સિદ્ધિ મેળવનારા પ્રો. વિમલ એસ. પટેલ (મૂળ. સરૈયા, નવસારી) ટ્રાયેથ્લોન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. તેઓ દ્વારા સ્પર્ધામાં ઓલિમ્પિક ડિસ્ટન્સ 1.5 કિમી સ્વિમિંગ, 37 કિમી સાયકલિંગ તેમજ 10 કિમી રનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં તેમણે 15 થી 45 વર્ષની એઇજ ગ્રુપ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરતા સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ ખાતે આ પ્રકારની ટ્રાયેથલોન સૌપ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી. પ્રો.વિમલ પટેલ દ્વારા પોતાના એથ્લીટ કેરિયરમાં આ પ્રથમ ટ્રાયેથ્લોન સ્પર્ધામાં ઝુકાવ્યું હતું અને પ્રથમ પ્રયાસમાં જ તેમણે પોતાની મહેનત થકી આ સિદ્ધિ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તેમણે મેળ‌વેલી આ સિદ્ધિ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે પ્રેરણાત્મક ઉદાહરણ સમાન લેખાઇ છે. પ્રો.વિમલ પટેલની સફળતા બદલ સંસ્થાના આચાર્ય ડૉ. વી.એસ.પુરાણી તેમજ સમગ્ર કોલજ પરિવારે અભિનંદન પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...