તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન વેબીનાર:સરકારી ઈજનેરી કોલેજ વલસાડ દ્વારા “Industry 4.0 and Smart Factory” વિષય પર ઓનલાઈન વેબીનાર યોજાયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાધુનિક હાર્ડવેર ટેક્નોલૉજી, હાર્ડવેરમાં ઓટોમેશનનું મહત્વ, તેના ઉપયોગથી થનારા ફાયદાઓ વગેરેને આવરી લેવામાં આવ્યા

સરકારી ઈજનેરી કોલેજ વલસાડ દ્વારા સંસ્થાના SSIP સેલ દ્વારા “Industry 4.0 and Smart Factory” વિષય પર ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારના આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ પ્રેકટીસીસથી માહીતગાર કરવા તથા તેમાં ટેક્નોલોજીના વધી રહેલા વ્યાપની ઊંડાણપૂર્વકની છણાવટ કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનોમાં રાષ્ટ્રનો હિસ્સો વધે અને તેના દ્વારા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળે તે હેતુસર ભારતીય ઔધ્યોગિક એકમોને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધાવામાં આવી રહ્યા છે તેમજ તે અનુસારની અનેક યોજનાઓ અમલીકરણ બની છે.

ઈજનેરીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ પ્રવર્તમાન ટેકનોલોજીથી વાકેફ થાય તે ખૂબ જ અગત્યનું છે. ટેકનીકલ શિક્ષણની સંશથાઓ અંતર્ગત અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માત્ર નિશ્ચિત કરેલા અભ્યાસક્રમ પૂરતા સિમિત ન રહે અને પોતાના જ્ઞાનની ક્ષિતિજોને વધુ લંબાવી શકે તે માટે સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનનોવેશન પોલીસી (SSIP) ખૂબ જ ફાયદાકાર અને ઉપયોગી સાબિત થયી રહી છે. સરકારી ઈજનેરી કોલેજ, વલસાડ દ્વારા SSIP હેઠળ વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના એક ખાસ કાર્યક્રમ “Industry 4.0 and Smart Factory” નું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ તરીકે અધ્યતન ઇન્ડસ્ટ્રીયલની અનેક પ્રકારની શ્રેણીઓના ઉત્પાદન અને મોનીટરીંગ સર્વીસમાં ખૂબ મોખરાનું સ્થાન ધરાવતી સ્પાઇક ટેકનો. સુરતના પંકજભાઈ સોલંકી તથા તેમના સાથી નિખીલ ભાટીયાએ વ્યાખ્યાન આપ્યું હતું.

સુરતના પંકજભાઈ સોલંકી તથા તેમના સાથી નિખીલ ભાટીયા દ્વારા કરાયેલી ચર્ચામાં હાલમાં ઔધ્યોગિક ક્ષેત્રે જરૂરી અને ઉપયોગમાં લેવાતા તમામાં પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રથમ ભાગમાં પંકજભાઈ દ્વારા અત્યાધુનિક હાર્ડવેર ટેક્નોલૉજી, હાર્ડવેરમાં ઓટોમેશનનું મહત્વ, તેના ઉપયોગથી થનારા ફાયદાઓ વગેરેને આવરી લેવામાં આવ્યા હતા. જેથી ઈજનેરીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને પોતાના ઈજનેરીના અભ્યાસ દરમીયાન જ ઉઘ્યોગોમાં ઉપયોગમાં લેવાતી Cutting Edge ટેકનોલોજીની માહિતી મળે શકે.

કાર્યક્રમના બીજા ભાગમાં આ ટેક્નોલોજી સાથે સંકળાયેલ સૉફ્ટવેરને લગતી તમામ માહીતીને આવરી લેવામાં આવેલ હતી જેથી વિદ્યાર્થીઓ પોતાની ઈજનેરીની વિધ્યાશાખાને અનુરૂપ ક્યાં પ્રકારના સૉફ્ટવેર મહત્તમ ઉપયોગી નીવડી શકે તે બાબતથી વાકેફ થયી શકે. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણીના માર્ગદર્શન હેઠળ SSIP કોર્ડીનેટર ડો. કશ્યપ એલ. મોકરીયા દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ તથા સંસ્થાનો અધ્યાપકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સફળતાપૂર્વક અમલીકરણ થાય તે માટે ડો. ભદ્રેશ સુદાણી, પ્રો. રાહુલ પ્રજાપતી, પ્રો. નિતીન પટેલ તથા ડો. રાજેશ માલણ દ્વારા મહત્વનો ફાળો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...