તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતર્કતા:રાજ્યમાં વધતું સંક્રમણ રોકવા સરકાર એલર્ટ, અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસી માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો

વલસાડ11 દિવસ પહેલા
 • મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે નિયમો કડક બનાવાયા
 • 72 કલાક દરમિયાન થયેલો રિપોર્ટ માન્ય રખાશે

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આથી મહારાષ્ટ્રમાં ફરી એક વખત મિની લોકડાઉંન જેવો માહોલ સર્જાઈ ગયો છે. મહારાષ્ટ્રના કોરોના કેસ વધતા ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. 1 એપ્રિલથી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે નિયમો કડક કરી દેવામાં આવ્યા છે..અને 72 કલાકમાં કરેલો RTPCR ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

આથી વલસાડ જિલ્લાની ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અને તેમની પાસેથી 72 કલાકમાં કરેલો કોરોના RTPCR ટેસ્ટ ફરજીયાત માંગવામાં આવી રહ્યો છે.

ભીલાડ ચેકપોસ્ટ પર ફરી એક વખત lockdown ની જેમ જ વાહન ચેકિંગ અને આરોગ્ય વિભાગ દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનું તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અને તેમના ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. સાથે જ જિલ્લામાં બહારથી આવેલા અને વિદેશથી આવેલા લોકો પર પણ આરોગ્ય વિભાગ વિશેષ નજર રાખી રહ્યું છે.

RTPCR ટેસ્ટનો રિપોર્ટ ના હોય તેને મહારાષ્ટ્ર પર મોકલાયાજોકે આજે પણ અનેક લોકો આરટીપીસી આર ટેસ્ટ વિના જ ભીલાડ ચેકપોસ્ટ પર આવ્યા હતા જોકે આજે આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે કડક કાર્યવાહી કરી અને RTPCR ટેસ્ટ વિના મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા લોકો ને અટકાવી અને પરત મહારાષ્ટ્ર માં મોકલવામાં આવ્યા હતા. આથી લોકોમાં મહારાષ્ટ્ર સરકાર પ્રત્યે નારાજગી પણ જોવા મળી હતી. તો કેટલાક યાત્રીઓએ સ્માર્ટ ફોનની મદદ વડે જરૂરી સૂચનાઓ જાણીને RTPCR ટેસ્ટ કરાવીને આવ્યા હોવાથી ગુજરાત સરકારે લગાવેલી પાબંદીઓને યોગ્ય ગણાવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો