જન સંપર્ક કાર્યક્રમ:ગોપાલ ઇટાલીયાએ વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં ઝાડુ વેચતી મહિલા પાસેથી ઝાડુ બાંધવાની કળાને શીખી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યક્રમમાંની યાત્રા વલસાડ જિલ્લામાં આવી પહોંચી હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં જન સંપર્ક કાર્યક્રમ કર્યો હતો. જેમાં ઝાડુ બનાવતી એક મહિલા પાસેથી ઝાડુ બાંધવાની કળાની શીખવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા ભાજપ સરકારે છેલ્લા 27 વર્ષમાં માત્ર ભ્રષ્ટચાર સિવાય કોઈ કામ ન કાર્ય હોવાના આક્ષેપ કર્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણી ભાજપનો અહંકાર અને જનતા વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જેમાં ગુજરાતની જનતાનો ભવ્ય વિજય થશે અને ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને ઘરે બેસાડી દેશે તેમાં કોઈ બેમત ન હોવાનું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું.

વલસાડ જિલ્લા માં આમ આદમી પાર્ટી નાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજ રોજ પ્રવાસે આવ્યા હતા. આજ રોજ વાપીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગોપાલ ઇટલીયાના હસ્તે મોટી સાંખીયામાં આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. જેમાં હરેશભાઈ કરશનભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સભ્ય, કુમાર ભાઈ ગોવન ભાઈ ગ્રામ.પંચાયત સભ્ય કુંતા, મનુભાઈ શંકર ભાઈ હળપતિ કુંતા ગ્રામ પંચાયત સભ્ય, સરિતાબેન પરિતેશ ભાઈ પટેલ કોઉન્સીલર મહિલા અને બાલ વિકાસ કેન્દ્ર અને નાની તંબડી વાપી ખાતે જોડાયા હતા.

વલસાડમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. વલસાડમાં શાપુર નગર વિસ્તારમાં મધ્યમ વર્ગ લોકોના ઘરે જઈને લોકોને મળ્યા હતા. આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારની મુખ્ય ગેરંટી 300 યુનિટ મફત વીજળી, રોજગાર ગેરંટી, મહિલા સન્માન રાશિ વિશે સમઝ આપીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વલસાડ જિલ્લા લોકસભા પ્રમુખ ડો.રાજીવ પાંડે અને વલસાડ જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ જિલ્લા ના હોદેદારો અને કાર્યકર્તા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં ઝાડુ બનાવતી એક મહિલાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેસ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ઝાડુ બાંધવાની કળાને મહિલા પાસેથી શીખવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ગોપાલ ઇટાલિયાને ઝાડુ બાંધવાની કળાને શીખવાડવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...