તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
SRMD દ્વારા આ વર્ષે એક અનોખા અંદાજમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. 2019માં આ સંમેલનના પ્રથમ ચરણનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 1500થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં 14 અલગ અલગ દેશોના યુવાઓ ભાગ લેવાના છે અને તેની મહત્વાની ખાસિયત એ છે કે, આ આખા સંમેલનનું આયોજન વર્ચ્યુઅલ મોડમાં કરવામાં આવશે. જેમાં રાજ્યના સુપ્રસિદ્ધ માર્ગદર્શકો અને વક્તાઓ પણ સામેલ થશે અને પોતાના વિચારો અને અનુભવોને બધા સમક્ષ રજૂ કરશે.
સંસ્થાપક રાકેશભાઈએ યુવાઓની તાકાત જણાવી
આ અનુભવ વિદ્યાર્થીઓને પોતાની આંતરદ્રષ્ટિ અને ક્રિયાની એક અલગ દુનિયામાં લઇ જશે તેવી ખાતરી ત્યાં ઉપસ્થિત થનારા મહાનુભાવોએ આપી હતી. રામચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક રાકેશભાઈની પ્રેરણાથી આ કાર્યક્રમ કોવિડ 19ની મહામારી પછી યોજવામાં આવી રહ્યો છે. તેમણે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જણાવતા કહેલુ કે, અત્યારના યુવાઓ પાસે પ્રચંડ ઉર્જા, ઉત્સાહ, ધગશ અને શક્તિ છે, પરંતુ તેમને યોગ્ય દિશા બતાવવાની આવશ્યકતા છે. જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તો આજનો યુવાન પણ ગગનચુંબી સફળતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન કરાશે
આ કાર્યક્રમ 24 કલાક 5 પવિત્ર અભિગમ રૂપિ 'સ' ઉપર આધારિત રહેશે. જેમાં સેવા , સાધના, સંસ્કૃતિ, સત્સંગ અને સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. જેની શરૂઆતમાં રાકેશભાઈ વક્તવ્ય આપશે, ત્યાર પછી BAPSના જ્ઞાનવત્સલ સ્વામી, બ્રહ્મકુમારીના સીસ્ટર શીવાની અને ઇસ્કોનના ગૌર ગોપાલદાસ બોધવચનો આપશે. જેમાં જાણીતા ઉદ્યોગના નિષ્ણાતોની સાથે સુપ્રસિદ્ધ કલાકારો પણ ભાગ લેશે. જેમાં ઉદ્યોગ જગતના ડૉ. દીપક ચોપરા, ડીન ઇડાલીનકેસ્નર, રોની સ્ક્રુવાલા અને અદિતી ગોવિત્રકર જોડાશે. ત્યારે બીજા સુપ્રસિદ્ધ કલાકારોમાં કૈલાશ ખેર, કબીર કાફે, ઈંદિકા નાયક અને રાધિકા સુદ કાર્યક્રમમાં જોડાઇને સંસ્કૃતિનો અનેરો રંગ ઉમેરશે.
સમગ્ર ધનરાશી જરૂરિયાતમંદ મહિલાઓના ઉત્થાન માટે ફાળવાશે
આ શૉને અત્યાધુનિક મંચ એવા એરમીટ દ્વારા યોજવામાં આવશે. તેમાં તમામ મહાનુભાવોને વ્યકિતગત મળવા માટે બ્રેકઆઉટ રૂમો દ્વારા વર્ચ્યુઅલ ઓડિટોરીયમની રચના કરવામાં આવી છે. આ બ્રેકઆઉટ રૂમોમાં સ્વ- નિરિક્ષણ, સુખાકારી, રમૂજ જેવી અનેક પ્રવુત્તિઓ કરાવવામાં આવશે. આ ગ્લોબલ યુથ ફેસ્ટિવલ દ્વારા એકત્રિત થયેલી તમામ ધનરાશિને રામચંન્દ્ર મિશન ધરમપુરના મહિલા સશક્તિકરણ અભિયાનો દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓના ઉત્થાન માટે ફાળવવામાં આવશે.
વ્યક્તિગત વિકાસના વર્કશઓપના મુદ્દાઓ
માઇન્ડફુલનેસ માસ્ટર ક્લાસ
ફિચનેસ બુટકેમ્પસ
યોગા અને મેડિટેશનના સત્રો
વિશિષ્ટ પ્રશ્ર્નોત્તરી માધ્યમથી નેટવર્કીંગની તકો મળેશે
ટ્રિવિયા અને રમતો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.