આયોજન:વલસાડમાં ગ્લોબલ મેગા કોમ્પિટિશન-2022નું પ્રથમ વખત આયોજન કરાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ પ્લેટ ફોર્મ નીચે બોડી બિલ્ડીંગ, ગરબા તથા બોડી ફિટનેસ ઇવેન્ટ

તારીખ 23થી 25 એપ્રિલ વલસાડના શ્રીજી પાર્ટી પ્લોટમાં ગ્લોબલ ઇવેન્ટ મેન્જમેન્ટ કંપની તરફથી રાજ જેકડીયા અને એમની ટીમ દ્વારા વલસાડની જનતા માટે ખાસ એક પ્લેટફ્રોમ નીચે સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં વલસાડની ધરતી પર પહેલી વાર ગરબા કવિન ફાલ્ગુની પાઠક જનતાને પોતાના ગરબા પર ઘુમાવશે.

આ સાથે ગુજરાત બોડી બિલ્ડીંગ એસોસિએશન સથવારે શ્રીજી પાર્ટી પ્લોટ પર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ અને ફેશન શૉનું પણ આયોજન રખાયું છે. જે ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ સેલિબ્રેટીઓ હાજરી આપશે. ત્યારે આ કાર્યક્રમમાં વલસાડની જનતાને હાર્દિક આમંત્રણ રાજ જેકડીયા અને ટીમ દ્વારા આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...