અનરાધાર મેઘમહેર:વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નદીના પાણી ઘૂસતા લોકોની મુશ્કેલી વધી

વલસાડ3 મહિનો પહેલા
  • વલસાડ તાલુકાનું ભાગડાખુર્દ ગામ સંપર્ક વિહોણું થયું

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ઔરંગા નદી ભયજનક લેવલે વહી રહી હતી. સાથે દરિયામાં હાઈ ટાઇડને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ફરી વળ્યાં હતા. ઔરંગ નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા સ્થાનિક લોકોની હાલત કફોળી બની હતી. સ્થાનિક લોકોએ રેલગ્રસ્ત વિસ્તારમાં કાચા મકાનોમાં રેલના પાણીમાં રહેવાનો વારો આવતો હોય છે. સંપર્ક વિહોણા ગામ ખાતે NDRFની ટીમ પણ પહોંચી શકે તેમ ન હતી.

વલસાડ જિલ્લાના કપરાડા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને શહેર નજીક આવેલી ઔરંગા નદીમાં રેલના પાણી વહેલી સવારે આવ્યા હતા. સાથે દરિયામાં હાઈ ટાઇડને લઈને વલસાડ શહેરમાં રેલના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને કાશ્મીર નગર, છીપવાડ દાણા બજાર, તરિયાવાડ, હનુમાન ભાગડા છતરીયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ફરી વળ્યાં હતા. જેને વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડા વિસ્તાર સંપર્ક વિહોણું બન્યું છે. સાંજે વલસાડની સંસ્થાઓ દ્વારા હનુમાન ભાગડા અને ભાગડા ખુર્દ વિસ્તારમાં શહેરની સામાજિક સંસ્થા સ્થાનિક લોકોને વહારે આવી હતી. સાંજે 4 કલાક સુધીમાં રેલના પાણી ઉતર્યા ન હતા. સંસ્થા દ્વારા ફૂડ પેકેટ આપવા આવ્યા હતા. જ્યાં તંત્રની કોઈ મદદ ન પોહચી હતી ત્યાં ગ્રાઉન્ડ 0 પર દિવ્ય ભાસ્કર પોહચ્યું છે.

ભાગડાખુર્દ ગામમાં 'દિવ્ય ભાસ્કર' પહોંચ્યું
3000 જેટલા લોકો ની વસ્તી ધરાવતું ભાગડાખુર્દ ગામ માં દિવ્ય ભાસ્કર પોહચ્યું હતું જ્યાં વહેલી સવારથી નદીના પાણી ભરાયા હતા. લોકો ભૂખ્યા તસર્યા હતા સ્વયંમ સેવકો તેમજ સ્થાનિક સંસ્થાઓ અહીં આવી લોકો ને જમવાનું પીરસવા પહોચ્યું છે. સ્વયંમ સેવકો દ્વારા ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું. ભાગડાખુર્દ ગામમાં હજી પણ પાણી ભરાયેલા છે. ઔરંગા નદીના કિનારે વસેલું વલસાડ તાલુકાનું છેલ્લું ગામ છે.

અન્ય સમાચારો પણ છે...