મુલાકાત:વલસાડ રેલવે સ્ટેશનની વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મુલાકાત કરી, એમ્પ્લોઈઝ યુનિયને પડતર માંગણીઓની રજૂઆત કરી

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનરલ મેનેજરને રેલવે કર્મીઓની પડતર માંગણીઓ અંગે મેમોરેન્ડમ આપી કર્મચારીઓની સમસ્યાઓથી અવગત કરાયા

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યાં હતા. વેસ્ટર્ન રેલવે એમ્પ્લાઈઝ યુનિયન દ્વારા યુ. એસ. એફ. ડી ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે રેલવેના જનરલ મેનેજરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રેલવે કર્મીઓની પડતર માંગણીઓ અંગે મેમોરેન્ડમ આપી રેલવે કર્મચારીઓની સમસ્યાઓથી અવગત કરાવવામાં આવ્યાં હતા. રેલવે કર્મીઓની ઘણા સમયથી પડતર માંગણીઓ વહેલી તકે મંજુર કરી કર્મીઓની સમસ્યાં નિવારવા જણાવ્યું હતું.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન તરફથી જનરલ મેનેજરને આપવામાં આવેલા મેમોરેન્ડમની મુખ્ય માંગણીઓ

1). એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટ, C&W, ઈલેક્ટ્રીક કોચીંગ, લોકો શેડ, રનિંગ, ટ્રાફિક, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ખાલી જગ્યાઓ પર તુરંત નવી ભર્તી કરવામાં આવે.

2). મુંબઈ ડિવિઝનમાં મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રેકોગનાઈઝ કરવામાં આવે.

3). રેલવે હોસ્પિટલ, વલસાડ માં આવશ્યક દવાઓ નથી મળતી. ઈમરજેન્સી હાલત માં CMS વલસાડ દ્વારા પસંદીદા કેસમાં જ પ્રાયવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે.રેલવે હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર ઘણા સમયથી કાર્યરત નથી અને પેશન્ટ ને JRH મુંબઈ રીફર કરવામાં આવે છે.

4). જર્જરિત રેલવે ક્વાર્ટરના બદલે નવા ક્વાર્ટર બનબનાવવામાં માંગ કરવામાં આવી છે.

5). જર્જરિત રેલવે ક્વાર્ટર ના રિપેરિંગ માટે ફંડ ફાળવવા માં આવે.

6). ઈસ્ટ અને વેસ્ટ રેલવે કોલોની વલસાડની અંદર એપ્રોચ રોડ બનાવવા આવે, જર્જરિત રેલવે ક્વાર્ટર રિપેરિંગ કામ કરવામાં આવે, પીવાનાં પાણીની લાઈન નવી નાખવામાં આવે અને બાકી સમસ્યાઓ દૂર કરવા આવે.

7). 43,500થી વધુ બેઝિકના કર્મચારીઓને નાઈટ ડ્યૂટી ભથ્થું આપો

8). હાઈ સ્પીડ ટ્રેનોમાં કો-ડ્રાઇવર ઈશ્યૂ રીવ્યુ કરવામાં આવે.

9). ઓન રિક્વેસ્ટ ટ્રાંસફર માટે કર્મચારીઓ ને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે.

10). સુરત ખાતે જે. સી. બેંક ની શાખા ખોલવામાં આવે

11). લોકો શેડ, C&W, TL/RAC ખાતે એમ્બ્યુલન્સ સર્વિસ પુરી પાડવામાં આવે

12). રેલવે કર્મચારીઓને કોરોના વોરીયર જાહેર કરવામાં આવે. વલસાડ રેલવે સ્ટેશને આવેલા જનરલ મેનેજરને રજુઆત કરી રેલવેના કર્મચારીઓની પડતર માંગણીઓ વહેલી તકે પુરી કરવાની માંગણીઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મુંબઈ ડિવિઝનની બીજી સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી. આ પ્રસંગે AIRF વર્કિંગ કમિટીના સદસ્ય કોમ પ્રકાશ સાવલકર, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ બ્રાન્ચના સેક્રેટરી હુસેન બેલીમ, સંજય સિંહ, અને યુનિયનના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...