તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ લાઈનમાં ભંગાણ:વલસાડના વશિયર ખાતે પાણીની લાઇનમાં ખોદકામ વખતે ગેસ લાઇન તૂટી, ગેસ કંપનીના કર્મચારીઓ કામ હાથ ધર્યુ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ લાઈનમાંથી ગેસનું લેકેજ થવાનું શરૂ થયું હતુ

વલસાડ નગરપાલિકા દ્વારા વશિયર ખાતે નવી પાણીની લાઇનના ખોદકામ દરમ્યાન ગેસ લાઇનમાં ભંગાણ. ગેસ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક રિપેરીંગ કામ હાથ ધર્યું છે.

વલસાડ નગરપાલિકા દ્વારા વશિયર ખાતે નવી પાણીની પાઈપલાઈનની રિપેરિંગની કામગીરી બીજી જુલાઇની રાત્રિએ હાથ ધરાઇ હતી. નવી પાણીની લાઈન નાખવા માટે JCB વડે રસ્તાના ખોદકામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન JCB વડે ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. જેને લઈને ધડાકા સાથે ગેસ લાઈનમાંથી ગેસનું લેકેજ થવાનું શરૂ થયું હતુ. સાઈડ ઉપર હજાર રહેલા GSPCના કર્મચારીઓએ તાત્કાલિક ગેસ લાઈન બંધ કરી લીકેજ થયેલી ગેસ લાઈનનું રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. ગેસ લિકેજની ઘટનામાં કોઈને નુકશાની કે જાન હાનિ થઈ ન હતી. સમગ્ર ઘટનામાં રાત્રે ગેસ લાઈન બંધ રહેતા ગેસ કંપનીના ગ્રાહકોને પણ કોઈ તકલીફ ન પડે તે ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...