વલસાડનું પ્રથમ નોરતું:તિથલ રોડની અમરધામ સોસાયટીમાં કોવિડ જાગૃતિના થીમ સાથે ગરબા યોજાયા

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના પ્રથમ દિવસે 2 વર્ષ બાદ ધીમી ગરબાની રમઝટ જામી હતી. ગત વર્ષે કોવિડ મહામારીનો ધ્યાને રાખીને નવરાત્રીની ઉજવણી ઉપર અંકુશ લગાવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે તેમાં ઘણી છૂટ મળતા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

R J J સ્કૂલ પાસે DJ ના તાલ સાથે ખેલૈયાઓ ગરબે જુમ્યા
R J J સ્કૂલ પાસે DJ ના તાલ સાથે ખેલૈયાઓ ગરબે જુમ્યા

વલસાડ તિથલ રોડ ઉપર આવેલ અમારધામ સોસાયટી, R M ડેસ્ટની અને R J J સ્કૂલ પાસે ખૈલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી. વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલ અમધમ સોસાયટીમાં ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સને વધાવવામાં માટે અનોખા થીમ સાથે ગરબાનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ જવાનો અને સફાઈ કામદારોને સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે. માતાજીની આરતી સાથે કોરોના વોરિયર્સની પણ આરતી ઉતારી તેમની સેવાઓને બિરદાવવામાં આવી રહી છે. જ્યારે R M ડેસ્ટની ખાતે ખેલૈયાઓ રોજ અલગ અલગ થીમ સાથે ગરબાઓ રમી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે.

R M ડેસ્ટિની, તિથલ રોડ વલસાડ ખાતે ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ
R M ડેસ્ટિની, તિથલ રોડ વલસાડ ખાતે ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ

નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે , ત્યારે વલસાડ જિલ્લામાં અને શહેર શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે .ત્યારે પ્રથમ નોરતે મહોલ્લા અને સોસાયટીઓ માં માતાજી ની આરતી કરી ગરબા ની શરૂઆત કરી હતી.જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવલા નોરતાનો રંગ જામશે.

અમરધામ તિથલ રોડ વલસાડ ખાતે નવરાત્રીના પ્રથમ ફિવસે ખેલૈયાઓએ મન મૂકી ગરબે જુમ્યા
અમરધામ તિથલ રોડ વલસાડ ખાતે નવરાત્રીના પ્રથમ ફિવસે ખેલૈયાઓએ મન મૂકી ગરબે જુમ્યા

આ નવ દિવસ દરમ્યાનમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા - અર્ચના સાથે ભોળાભાવે ગુણગાન ગાવામાં આવે છે . આજથી શરૂ થતાં નવલાં નોરતાંમાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ નોરતાંની ઉજવણી શરૂઆત થઈ ગઈ છે . નોરતાં યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે નવ દિવસ સુધી અવનવા વસ્ત્ર - અલંકારોથી સજી - ધજીને ગરબે રમવા થનગની રહ્યાં આ વર્ષે ફક્ત શેરી ગરબાના જ આયોજનોને રાજય સરકારે પરવાનગી આપી છે. જેના કારણે વાલીઓ ને પણ રાહત થઈ છે .શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિ ના પ્રથમ દિવસે માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...