તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી:રૂપિયા લેવાના ટેન્શનમાં દમણગંગા નદીમાં કૂદકો લગાવનાર યુવકને સાડા પાંચ કલાકે બચાવાયો

વાપીએક વર્ષ પહેલા
ફાયરબ્રિગેડના જવાનોએ નદીમાં ઉતરીને યુવકને બચાવી લીધો હતો
  • યુવકે ટેન્શનમાં નદીના બ્રિજ પર કાર ઉભી રાખી નદીમાં કૂદકો લગાવી દીધેલો

દમણગંગા નદીમાં રૂપિયા લેવાના ટેન્શનમાં બ્રિજ પરથી કૂદી ગયેલા યુવકને ફાયરબ્રિગેડે સાડા પાંચ કલાકની ભારે જહેમત બાદ બચાવ્યો છે. યુવકને દોરડા વડે બાંધીને ફાયરબ્રિગેડે બહાર કાઢી 108 એમ્બુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.જેમાં પ્રાથમિક તબક્કે યુવકે રૂપિયા લેવાના માનસિક ટેન્શનમાં કૂદકો માર્યો હોવાનું કહ્યું હતું.

કાર બ્રિજ પર મુકીને કૂદકો લગાવ્યો
દમણગંગા નદીમાંથી બચાવી લેવામાં આવેલા યુવક વાપી ટાઉન અજંતા ઈલોરામાં રહેતો પ્રકાશ માલવી હોવાનું સામે આવ્યું છે. પ્રકાશે પોતાની કાર બ્રિજ પર રાખીને આપઘાત કરવા કૂદકો લગાવ્યો હતો.જોકે તેને વાપી GIDC અને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સાડા પાંચ કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો હતો.

તણાતા યુવકને જોઈને તંત્રને જાણ કરી-પ્રત્યક્ષદર્શી
યુવકને ડૂબતા જોનાર પ્રત્યક્ષદર્શી કેતન પટેલે જણાવ્યું હતું કે, તે વાપીમા કન્સલ્ટન્સીનું કામ કરે છે. ભિલાડ કામ માટે ગયો હતો.તે સમયે બ્રિજ પરથી પસાર થતા પાણીમાં જોયુ તો બોલ જેવું દેખાયું. પરંતુ થોડી જ વારમા તે બોલ નહી પરંતુ વ્યક્તિનું માથું હોવાનું સ્પષ્ટ થયું હતું તેના હાથ દેખાતા હતાં. એટલે મને થયું તેને મદદની જરૂર છે. નજીકમાં મંદિર છે ત્યાં તેણે સાદ તો કર્યો હશે. પરંતુ કોઈ સાંભળી શક્યું નહીં હોય. એટલે હું બ્રિજ ક્રોસ કરીને નીચે ઉતર્યો. એ ભાઈ બ્રિજના સ્તંભ પાસે અટકી ગયા હતાં.એટલે મેં તેને કહ્યું, તમે ત્યાં જ રહો. બાદમાં 108 અને ફાયરને જાણ કરી હતી.