તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મિડિયા વેબસાઈટ પર વલસાડની યુવતીનું ફેક અકાઉન્ટ બનાવી ફરિયાદીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેને યુવતીએ એક્સેપ્ટ કરતાં એફબી મેસેન્જર મારફતે તેને મોર્ફ ( બીભત્સ ) ફોટા મોકલનાર ગાંધીનગરના યુવક વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંધીનગરમાં કલર કામ કરતો યુવક યુવતીને હેરાન કરતો હતો. વલસાડ રૂરલ પોલીસે કોરોના ટેસ્ટ કરીને તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમની યુવતીએ અરજી કરી હતીવલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પો.સ્ટે હદ વિસ્તારમા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ શોધી કાઢવા આપેલી સુચના આધારે વલસાડ રૂરલ પો.સ્ટે ખાતે એક સાયબર ક્રાઇમને લગતી અરજી તપાસ અર્થે આવી હતી. તે ફરિયાદની તપાસ કરતા યુવતીને 2021માં જાન્યુઆરીમાં દરમિયાન ફેસબુક એકાઉન્ટ પર માનસી મોદી (નામ બદલેલું છે) નામના નામની ફેક આઈડી બનાવી ફેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. ફેક આઈડી ઉપરથી એક છોકરીની રિકવેસ્ટ મોકલાવી હતી.
યુવતીની અરજીના આધારે પોલીસે તપાસ કરીયુવતીએ તે રિક્વેસ્ટને એક્સેપ્ટ કરેલી ત્યારબાદ 13 જાન્યુઆરી 2021માં બપોરના કલાક 4:45 કલાકે માનસી મોદી નામના ફેક આઈડીથી વ્યકિતએ ફરીયાદીના ફેસબુક અકાઉન્ટ ફોટા મુકેલા હતા. યુવકે યુવતીની તસવીર મોર્ફ ( બીભત્સ ) કરી ફરીયાદીના પર્સનલ ફેસબુક એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા મોકલાવી હતી. યુવતીના ફેસ સાથેના ઓપન તસવીરોની માંગણી કરી અને જો ન આપે તો તેના એડિટિંગ મોર્ફ ( બીભત્સ ) તસવીરો ફેસબુકમાં અપલોડ કરી બદનામ કરવાની ધમકીઓ આપી હતી.
વલસાડ રૂરલ પોલીસે ફેક આઈડી બનાવનારને ઝડપ્યોવલસાડ રૂરલ પોલીસે માનસી મોદી નામના ફેસબુક એકાઉન્ટ ધારકની માહિતી મેળવી તપાસ કરતા માનસી મોદી નામનુ ફેક આઈડીથી ફેસબુક એકાઉન્ટ બનાવનાર કિર્તી મહેશ વાધેલા (ઉ.વ, 29) ધંધો - કલરકામ રહે 1/85 ગાંધીનગર નવા વણકરવાસ પેથાપુર તાજી.ગાંધીનગરના જણાવેલા સરનામે જઇ તપાસ કરતા તે ત્યાં હાજર મળી આવ્યો હતો. જેથી આરોપીનો કજો મેળવી વલસાડ રૂરલ પો.સ્ટે લાવી કોરોના ટેસ્ટ કરી ગુનાના કામે અટક કરવાની તજવીજ હાથ ધરવામા આવી છે.
આરોપીનો પૂર્વ ઇતિહાસ( 1 ) ગાંધીનગર સેકટર -7 પો.સ્ટે -33 7/2016 ઇ.પી.કો કલમ -4 19,507તથા IT એકટ કલમ 66 ( ઇ ) , 67, 67 ( એ ) મુજબનો ગુનો નોંધાયેલો છે . ( 2 ) ગાંધીનગર સેક્ટર - 21 પો.સ્ટે | -21 લા 2016 ઇ.પી.કો કલમ -419,507 તથા ICT એક્ટ કલમ 66 ( ઇ ) , 67 , 67( બી ) મુજબનો ગુનો નોંધાયેલો છે .
કોઈએ સોશિયલ મિડિયા રિક્વેસ્ટ ન સ્વીકારવા સલાહમાનસી મોદી નામના ફેસબુક એકાઉન્ટથી કોઇ ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી હોય તો સ્વીકારવી નહી અને કોઇને ફોટા મોકલેલા હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વલસાડ રૂરલ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.