ધરપકડ:વલસાડમાં ગાંધીનગર ACBનો સપાટો, લાંચ લેતા વકીલની ધરપકડ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક પીએસઆઇની પણ લાંચમાં સંડોવણીથી પોલીસ બેડામાં ચકચાર

વલસાડમાં ગાંધીનગર એસીબીની ટીમે એક વકીલને રૂ.1.50 દોઢની લાંચ કેસમાં ઝડપી લેતાં ભારે ચકચાર જાગી હતી.આ કેસમાં એક પીએસઆઇ પણ સંડોવણી સામે આવી છે.આ પીએસઆઇ હોવાની લોકોમાં ચર્ચા ઉઠી હતી.જો કે મોડી રાત સુધી એસીબીએ કોઇ સત્તાવાર વિગતો જાહેર કરી ન હતી. મળતી માહિતી મુજબ વલસાડમાં એક વકીલ અને પીએસઆઇ વિરૂધ્ધ રૂ.1.50 લાખની લાંચની ફરિયાદ એક ફરિયાદીએ ગાંધીનગર એસીબીને કરી હતી.

જેને લઇ સોમવારે આ એસીબીની ટીમે વલસાડમાં ધામો નાંખ્યો હતો.દરમિયાન ફરિયાદી સાથે થયેલી વાતચીત મુજબ એસીબીએ ટ્રેપનું આયોજન કરતાં વલસાડના એક વકીલને લાંચના આ કેસમાં ઝડપી પાડ્યો હતો.એસીબી સુત્રો દ્વારા જણાવ્યા મુજબ ટ્રેપ થઇ છે અને એક વકીલની ધરપકડ કરાઇ હતી,જ્યારે બીજા સંડોવાયેલા એક આરોપીની અટક થઇ નથી તેવું મોડી રાતે જાણવા મળ્યું હતું. જો કે આ કેસમાં પોલીસ વિભાગના કોઈ મહિલા પીએસઆઇ હોવાની ચર્ચા ચાલતા સમગ્ર પોલીસ વર્તુળમાં પણ ચકચાર જાગી હતી.

જો કે એસીબીએ આ પ્રકરણમાં કાર્યવાહી ચાલૂ હોવાથી સત્તાવાર રીતે વધુ વિગતો જણાવી ન હતી અને મોડી રાત સુધી એફઆઇઆર નોંધાવાની તજવીજ હાથ ધરાઇ હતી.એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ રૂ.1.50 લાખની લાંચનો કેસ હતો અને એક વકીલની ધરપકડ થઇ છે તેટલું જ માત્ર એસીબીએ જણાવ્યું હતું.વલસાડમાં એસીબીની આ મોટી કાર્યવાહીના સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં ભારે ચકચાર જાગી હતી.પોલીસ વર્તુળમાં પણ સન્નાટો ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...