તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ રૂરલ પોલીસે ગોરવાડા ગામે ભીંડી ફળિયામાં આવેલી એક વાડીમાં રેડ પાડતા જુગાર રમતા ઇસમોમાં દોડભાગ મચી ગઇ હતી.આ જૂગારિયાઓ પોલિસને જોઇને ભાગવા મડ્યા હતા,પરંતું પોલિસ જવાનોએ પીછો કરી કુલ જુગાર રમવા આવેલા 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા.જેમાં રૂ.19,600 રોકડા,9 મોબાઇલ,7 મોટરસાઇકલ સહિત કુલ રૂ.1.89 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા પ્રતિબંધક ધારા હેેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ ઇસમો જૂગાર રમતા ઝડપાયા
સુરેશ મણીભાઇ પટેલ, રહે,ગોરવાડા, રમેશ બાબુ રાઠોડ, રહે, પાલણ, મહેશ મણીભાઇ પટેલ, વિનોદ નાનુભાઇ પટેલ, રહે. તમામ રહે, ગોરવાડા, રાજેશ ભીખુભાઇ નાયક, રહે.પાલણ, પ્રકાશ મણિલાલ પટેલ, રહે.ગોરવાડા, બાબુ મંગાભાઇ હળપતિ, રહે.પાલણ,જિતુ સોમા પટેલ, રહે.ગુંદલાવ, અશોક ખંડુભાઇ ભંડારી, રહે.ગુંદલાવ, સતીશ નાથુભાઇ પટેલ, રહે.ગોરવાડા, રમેશ મંગુ રાઠોડ,રહે.કેવાડા વેઠિયા ફળિયા
વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ગોરવાડાના ભીંડી ફળિયામાં આવેલી એક વાડીમાં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ હરિસિંહને મળી હતી. જે બાતમીના આધારે રૂરલ પોલીસની સર્વેલન્સની ટીમ સાથે રેડ કરતા પોલીસને આવતા જોઈ જુગારીયાઓ ભાગી રહ્યા હતા. પોલીસની ટીમે પીછો કરીને જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની ટીમે કુલ 11 જેટલા ઈસમોને તીન પત્તિનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીયા પાસેથી રોકડા રૂ. 49,520, 7 બાઈક, 9 મોબાઈલ મળી કુલ 1.89 લાખનો મુદ્દામાલ કાબજે કરી આગળની કર્યા વાહી હાથ ધરી છે. આરોપીઓ સામે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.