જુગારીઓના જામીન મંજૂર:વલસાડની નેશનલ સ્કૂલ પાસેથી ઝડપેલા જુગારીઓને જામીન ઉપર મુક્ત કરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ LCBની ટીમને મળેલી લેખિત ફરિયાદના આધારે ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોર્ટમાં આંધરાનો લાભ લઈને કેટલાક ઇસનો ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરી રહ્યા હોવાની સ્થાનિમ લોકોએ લેખિત અરજી કરી હતી. જેથી LCBની ટીમ વિસ્તારમાં વધતું ન્યુશન્સ અંકુશમાં લાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. જે દરમ્યાન LCBની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરી ગ્રીનપાર્ક નેશનલ સ્કૂલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં અંધારામાં જુગાર રમતા 13 શખસોને ઝડપી પાડયા હતા. સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી રૂરલ પોલોસની તપાસ હાથ ધરી હતી. રૂરલ પોલીસે મોડી સાંજે આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. વલસાડ સીટી પોલીસે તમામના અટકાયતી પગલાં ભરી આગળની તપાસ હાથ ધરી હતી.

જામીન ઉપર મુક્ત કર્યા
વલસાડ LCBની ટીમને મળેલી એક ફરિયાદ અરજીના આધારે ગ્રીનપાર્ક ખાતે આવેલી નેશનલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ગ્રાઉન્ડ પાસે આવેલી અવારું જગ્યામાં કેટલાક અસામાજિક તત્વો રોજ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી આજુબાજુના લોકોને કન્નડ ગત કરતા હોવાની લેખિત ફરિયાદ મળી હતી. જે બાદ 5મી સપ્ટેમ્બરની રાત્રીએ એલસીબીના જવાનોને મળેલી બાતમીના આધારે ગ્રીનપાર્ક નેશનલ સ્કૂલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં 13 ઇસમોને તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તે કેસમાં એલસીબીની ટીમે કુલ 50 હજારથી વધુ નો મુદ્દામાલ કબજે કરી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ રૂલર પોલીસની ટીમને સોંપી હતી. મંગળવારે સાંજે જુગારમાં ઝડપેલા તમામ આરોપીઓને રૂલર પોલીસ મથકથી જામીન ઉપર મુક્ત કર્યા હતા. જે બાદ વલસાડ સીટી પોલીસે તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયેલા તમામ આરોપીઓ સામે અટકાયતી પગલાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...