વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ખાતે દર રવિવારે “ફનવે સન્ડે” પ્રવૃત્તિની શરૂઆત જુલાઈ- 2022થી કરવામાં આવી હતી. જેમાં બાળકોને દર રવિવારે અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે ઓરીગામી ક્રાફટ, કલે મોડલિંગ, વારલી પેઇન્ટીંગ, લીફ પેઇન્ટીંગ, ભરતકામ, ગ્રીટિંગ કાર્ડ, માસ્ક, પેપરબેગ, એન્વેલપ મેકિંગ, તહેવાર અને વિશેષ દિવસની ઉજવણી તેમજ ભારતના મહાન વિભૂતિની જન્મજયંતિને લગતી તમામ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
આ પ્રવૃત્તિ કરાવવાનો મુખ્ય હેતુ સમજાવતા ધી લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ડો.ઈન્દ્રા વત્સએ જણાવ્યું કે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સુષુપ્ત શક્તિનાં વિકાસને વેગ મળે, બુદ્ધિનો વિકાસ થાય અને બાળકોનું મનોરંજન થાય એવા શુભ આશયથી અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. જેનો બાળકો ઉમંગભેર આનંદ લઈ રહ્યા છે. આ પ્રવૃતિઓમાં બાળકોની અભિરૂચી પ્રમાણેની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. જેથી તેમનો રસ જળવાઈ રહે. ધરમપુર નગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો અને વાલીઓને ખાસ જણાવવામાં આવે છે કે, આવનારા દિવસોમાં “ફનવે સન્ડે”માં અનેક અવનવી પ્રવૃત્તિઓ નિ:શુલ્ક દરે કરાવવામાં આવનાર છે જેથી ભાગ લેવા ઈચ્છતાં બાળકોએ સ્થળ પર આવી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.